પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩

બ્રહ્મહત્યા મુકી છે.[૧] એ શાસ્ત્ર પણ પ્રસ્તુત વિષયમાં શું ક્‌હે છે તે કહું છું. એ શાસ્ત્રોમાં પણ વરણકાલે વધૂએ વરને વરમાળા આરોપવી વિહિત છે. જો પિતાની દાનેચ્છા જ વરણને માટે પર્યાપ્ત હોય તો આ વરમાળાનો વિધિ વ્યર્થ થાય; જો તે વ્યર્થ ન હોય તો વરણમાં કન્યાની ઇચ્છા આવશ્યક છે. શું તે ઇચ્છા ગૌરી રોહિણી આદિ બાલકીઓને હોય છે ? શું વરવધૂની પ્રતિજ્ઞાઓ એવી કન્યા બોધપૂર્વક ગ્રહી શકે ? કન્યાની વૃત્તિવિના પિતા કન્યા દાન આપે છે એવું શું તેને દેનાર પિતાએ સમજવાનું છે કે લેનાર વરે સમજવાનું છે ? શાસ્ત્રપ્રમાણે તે કન્યાદાનને કાળે કામ-સ્તુતિનો[૨] પાઠ યોજાય છે તેમાં સ્પષ્ટ મંત્ર છે કે આ દાન કરનાર કામ છે, દાન લેનાર કામ છે, અને દાન જાતે પણ કામ છે, વળી વર ક્‌હે છે કે સામે આ કન્યા ગંધર્વને આપી, ગંધર્વે અગ્નિને આપી અને અગ્નિયે મને આપી. વળી વર કન્યાને ક્‌હે છે કે “હું સામ અને તું ઋક્‌, હું દ્યૌ અને તું પૃથ્વી, તે આપણે બે વિવહન કરીયે, ચાલ!” વિશેષ વહન તે વિવહન-વિવાહ. સંસારમાં બે જણે એક કાર્ય - એક જીવન – રચી તેનું વહન કરવું તે વિવાહ. જે વધૂ આ વાક્યોના શ્રવણને યોગ્ય છે તે શું તમારી રોહિણી દશાવાળી – કે જે પરિશીલનમાં કે કામમાં સમજે જ નહી ? મધુરી, આદિ ઋષિઓ એવું ગણતા ન હતા, તેઓ તો કન્યા પાસે સપ્તપદ ભરાવતાં વર પાસે કન્યાને “સખા” શબ્દથી સંબોધાવે છે. सख सप्तपदा भव सा मामनुव्रता भव અને કન્યા પાસે વરને લગ્નકાળે પગલે પગલે ક્‌હેવડાવે છે કે [૩] -

सुखदुःखानि सर्वाणि त्वया सह विभज्यते ।
यत्र त्वं तदहं तत्र प्रथमे साब्रवीदिदम् ॥
कुटुम्बं रक्षयिश्याम्याबालवृद्धकादिदम् ।
अस्ति नास्तीति पश्यामि द्वितिये साव्रवीदिदम् ॥

  1. १ प्राग्रजोदर्शनात्पत्नीं नेयाद्रत्वा पतत्यघः ।व्यर्थीकारेण शुक्रस्य ब्रह्महत्यामवान्पुयात् ॥ अश्वलायन, संस्कारभास्कर।
  2. २ ૐ कोदात्कस्मा अदात कामोदात कामयादात । कामो दाता कामः प्रतिगृहिता कामैतत्ते ॥
  3. રૂ સંસ્કારભારકરઃ–૪. પ્રથમ પગલે કન્યાએ વરને ક્‌હેવું કે “સર્વ સુખ-દુઃખનો ત્હારી સાથે વિભાગ કરવામાં આવે છે, જયાં તું ત્યાં હું તેવી જ.”ર. બીજે પગલે ક્‌હેવું કે ”બાળકથી તે વૃદ્ધ સુધીનું એ કુટુંબનું રક્ષણકરાવીશ; ને જે છે અને જે નથી તે જોઉ છુંઃ”૩ ત્રીજે પગલે ક્‌હેવું કે ભર્તા ઉપર ભક્તિમાં નિત્ય રત થઈશ; સદા જ પ્રિયભાષિણી થઈશ." ૪. ચોથે પગલે તેણે ક્‌હેવું કે "તું દુ:ખી હઈશ તું હું દુ:ખી થઈશ- સુખ-દુઃખની સમભાગિની થઈશ ને ત્હારી આજ્ઞાને પાળીશ.” પ. પાંચમે પગલેક્‌હેવું કે “ઋતુકાળે શુચિ સ્નાત થઈ ત્હારી સાથે ક્રીડા કરીશ; હું બીજાનેગમન નહી કરું.” ૬. છઠ્ઠે પગલે ક્‌હેવું કે “હવે અંહી વિષ્ણુ આપણાસાક્ષી છે કે ત્હેં મને છેતરી નથીજ; આપણી બેની પ્રીતિ બની ચુકી છે." ૭. સાતમે પગલે ક્‌હેવું કે હોમયજ્ઞાદિકાર્યોમાં તેમ ધર્માર્થકામકાર્યોમાંહું તારી સહાયિની થઈશ." :-સપ્તપદીમાં આ કન્યાની પ્રતિજ્ઞાએા.