પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯


“અને છેલું વાક્ય–તમારા ઉચિતાનુચિત અને ધર્માધર્મના વિચાર સંબંધે – હું કહું છું તે એટલું જ કે-

"[૧]हा हन्त मानससर:सलिलावतंस
रे राजहंस पयसो: प्रविवेचनाय ।
चेच्छक्तिमान् खलु भवान्न तदा किमु स्यात्
किं वा कपोत उत वा कलविङ्कपोतः ॥

“જો મ્હારી સર્વ વાત તમે સ્વીકારતા હો પણ માત્ર શમસુખના અભિલાષથી અથવા પરમ જ્યોતિના યોગના લાભથી મધુરીને તેની સંમતિ વિના દૂર રાખતા હો તો તમે અલખમાર્ગનો યોગ સમજ્યાં નથી તે ગુરુજી પાસે સમજી લેજો. આ ગિરિરાજના યોગીઓ અલક્ષ્ય અને લક્ષ્ય ઉભયના યોગી છે અને લક્ષ્યને તિરસ્કાર કરવામાં પોતાના અદ્વૈતને બાધ ગણે છે. એ માર્ગમાં તો શ્રી અલખની લખવિભૂતિને પૂજનીય ગણી અલખ જ્યોતિનો સમાધિ જનકમહાત્માના જેવો સાધવો એજ શ્રેષ્ઠ ગણાય છે .શ્રી રામચંદ્રને મુખે જે જનકની સ્તુતિ થઈ છે કે–

[૨]छत्रछाया तिरयति न यद्यन्न च स्प्रष्टुमीष्टे
द्दप्यन्द्र्न्ध्द्विपमदमषीपङ्कनामा कलङकः ।
लीलालोलः शमयति न यच्चामराणां समीरः
स्फीतं ज्योतिः किमपि तदमी भूभुजः शीलयन्ति ॥

“સત્ય વાત છે કે સંસારમાં ર્‌હેવું અને શમસુખ સાચવવું એ ઉભય ક્રિયાઓનું સમકાલીન સંમેલન ઘણું વિકટ, સૂક્ષ્મ, અને દુર્લભ છે અને તે મેળવતાં મેળવતાં ઉભય ક્રિયામાં ઉભયભ્રષ્ટ થતાં હશે. પણ જે ચિત્ત તે પરમ લાભને પામી શકે છે તેનું માહાત્મ્ય અલૌકિક થાય છે, તેમનાથી લોકનું અપૂર્વ કલ્યાણ થાય છે, અને લોક જેને ઇશ્વરેચ્છા ક્‌હે છે અને અમે જેને અલખનું લખવાસનાસ્વરૂપ


  1. ૧. હા ! અરેરે ! માનસસરોવરના સલિલના ભૂષણરૂપ ઓ રાજહંસ !દુધપાણીનો વિવેક કરવા, જ્યારે તું જ શકિતમાન નથી ત્યારે એ વિવેક તેશું કપોત કરી શકશે કે ચકલાનું બચ્ચુ કરી શકશે? ( પ્રકીર્ણ)
  2. ર. આ મહારાજ જે શુધ્ધ અનિર્વચનીય જ્યોતિનું ધ્યાન ધરે છે તેજ્યોતિને, એમના છત્રની છાયા ઢાંકતી નથી, મત્ત ગન્ધગજના મદનું કાજળ જેવા મષીપંક નામનું કલંક તેને સ્પર્શ કરવા પામતું નથી; ચામરોનેલીલાથી કંપતો પવન તેને શાંત કરતો નથી, એવા શુદ્ધ જ્યોતિનું આમહારાજ ધ્યાન ધરે છે (પ્રસન્નરાઘવ).