પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૫


“અન્ય આકારક અતિથિને માટે આવો ધર્મ નથી. પતિ કે પત્ની જે કોઈ આકારક અતિથિ હોય તેને મન્દિરમાં ર્‌હેવા દેઈ યજમાન જાતે પ્રવજિત થઈ શકે નહી. પિતામાતાનો તો પુત્ર જાતે આમન્ત્રિત અતિથિ છે માટે તેમની પાસેથી તે પ્રવજિત થાય, પણ જે અતિથિનો અને એનો યોગ અનામન્ત્રિત અને અનાગન્તુક થયલો છે તે અતિથિની પાસેથી તો આતિથેય પડતું મુકી યજમાનથી પ્રવજ્યા થાય જ નહી. માતૃભૂમિ અને મનુષ્યલોકનો પણ સાધુજનને આવો જ યોગ છે, અને જે સાધુ તેમનું આતિથેય કરવા, તેમનો યજમાન થવા, સમર્થ છે તેણે તો યજમાનકૃત્યમાંથી નિવૃત્ત થવાય જ નહી. આવાં આકારક અતિથિને સુસંભૃત્ દશામાં મુકાય અથવા તેમ કરવાની શક્તિ હીન થાય તો જ એમના એ યજ્ઞમાંથી નિવૃત્ત થવાય છે."

“જે અતિથિ જાતે આગન્તુક છે તેની આતિથેયતા સમાગમપર્યંત અથવા અતિથિની નિવૃતિ પર્યન્ત પ્હોંચે છે અથવા અન્યયજ્ઞકાર્યમાં એ આતિથેય વિઘ્નકર થાય ત્યારે તેમાંથી નિવૃત્ત થયું એવી મર્યાદા છે."

“વિદ્યાયજ્ઞનું ફળ મનુષ્યયજ્ઞની સમૃદ્ધિ છે માટે મનુષ્યયજ્ઞમાં વિઘ્નકર ન થાય ત્યાં સુધી એ યજ્ઞ વિહિત છે. જો વ્યવહારયજ્ઞ સર્વ યજ્ઞમાં સાધનભૂત છે અને એનું સાધનરૂપ નષ્ટ થાય તો એ યજ્ઞ પડતો મુકાય."

“દયાયજ્ઞ ભૂતમાત્રના ઉદ્ધાર માટે છે એને મનુષ્યસૃષ્ટિ ન હોય તો એ યજ્ઞ અને ઉદ્ધાર અશકય થાય, માટે મનુષ્યયજ્ઞનું પાલન કરીને જ દયાયજ્ઞ સાધવાનો છે."

“મઠયજ્ઞ, મનુષ્યયજ્ઞ, અને ભૂતયજ્ઞ, એ ત્રણ લક્ષ્ય પુરુષના મહાયજ્ઞ છે અને તેમને લક્ષ્યયજ્ઞ કહીયે છીયે. એ વિનાના બે યજ્ઞ દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ છે તેને અલક્ષ્યયજ્ઞ કહ્યા છે દેવયજ્ઞમાં અલક્ષ્ય અને લક્ષ્ય પરમાત્માના અદ્વૈત સ્વરૂપનો યજ્ઞ થાય છે અને બ્રહ્મયજ્ઞમાં કેવળ અલક્ષ્ય પરમાત્માનો યજ્ઞ થાય છે, ઉભય અલક્ષ્મયજ્ઞ ઉત્તમાધિકારીઓને માટે જ છે, પણ દેવયજ્ઞમાં મધ્યમાધિકારીઓને સાક્ષી કરવામાં આવે છે."

“મનુષ્યનાં અંત:કરણાદિમાં વસતું બુદ્ધિસત્વ દેવોનું અધિષ્ઠાન છે અને