પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૨


આ વાત ચાલે છે એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચ્હડયા. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચ્હડયા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસે બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પત્થરની ઉભી નિસરણિ હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઉગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડી ઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા. પાણીનું પાત્ર મુક્યું, અને ચન્દ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઉભો રહ્યો ને બેાલ્યો: “ જી મહારાજ, આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહી, પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી, અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા એટલા આગળ આવી, ઝરાભણી નીચું જોઈ થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.”

સર્વ ગયા. સરસ્વતીચંદ્ર એકલો પડ્યો. મિત્રોના પત્રનું પોટકું માત્ર તેની બગલમાં હતું. ઉપર જઈ અગાશીમાં ચારે પાસ દૃષ્ટિ કરી તો પૃથ્વીની ગોળ મર્યાદા અને ગોળ આકાશ તેની દૃષ્ટિમાં સમાઈ ગયાં. અગાશી વચ્ચોવચ એક લાંબી શિલા લીલા ઘાસવાળી હતી તે ઉપર બેઠો.

“ Now,

"I am monarch of all I survey,
“My right there is none to dispute !

“કેવું ભવ્ય એકાન્તસ્થાન ! ગુરુજીએ મને અહીં મોકલવાનું એક પ્રયેાજન કહેલું છે, ચન્દ્રાવલીએ બીજું ક્‌હેલું છે, અને મ્હારું હૃદય તેમાંના એક ઉપર પણ વિચાર કરવાને આજ અશક્ત છે. શા શા વિચાર કરું ? ચંદ્રકાન્તના ? ગંગાના? સંસારીલાલના ? ઉદ્ધતલાલના ? તરંગશકરના ? વીરરાવના? ઘરના ? પિતાના ? ધૂર્તલાલના ? ગુમાનબાના ? – અથવા સર્વ વિચારને ડુબાડનાર કુમુદના ?

“કુમુદસુંદરી ડુબી ગયાં. તે અહીં કયાંથી હોય ? મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે – તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને