પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૭

સારથિપણું કર્યું હતું તેનો જ હું વૃદ્ધ અવતાર છું, ને અર્જુનના વાયુરથની ગતિ અને આ ચન્દ્રમાળાની વિભૂતિ તને દર્શાવવા આવ્યો છું. ત્હારા સ્વયંવરમાં અર્જુનનો સૂચક થનાર, કૌરવસભામાં ત્હારાં ચીર પુરનાર, અને પાણ્ડવોના વિજયનો સારથિ — તે હું જ હતો અને છું ! માટે આશા ધર ! જેને આવી સૂક્ષ્મ સુન્દરતા અને આવું આયુષ્ય મ્હેં આપ્યાં છે તે મ્હારો પ્રસાદ નિષ્ફળ ન થાય માટે હું ચિરંજીવરૂપે આ ક્ષેત્રમાં અનેક યુગે થયાં વસું છું ! પાઞ્ચાલી ! આશાના ઉદયને પ્રત્યક્ષ કર !

“આ અશ્વત્ત્થામાને જોઈ તું ગભરાઈશ નહી. કુરુક્ષેત્રમાં અનેક રણ-સંગ્રામ થયા છે, પણ મહાભારતના સંગ્રામોમાં જેવા વીરો હતા તેવા પાછળથી નથી આવ્યા. એ સંગ્રામમાં આ ક્ષેત્રનું પૈતામહક જયોતિ અસ્ત થયું તેને બાણશય્યા પર સુતેલું ગંગાએ જાળવી રાખ્યું છે, એ સંગ્રામમાં બ્રાહ્મણોનું વીર્ય હારી ગયું ને એમનું તેજ ધ્વસ્ત થયું. પણ એ તેજનો કેવળ સબીજ નાશ થાય નહી માટે તેને ગાંડા ગાંડા પણ અશ્વત્ત્થામાના મસ્તિકમાં રાખી એને ચિરંજીવ રાખેલો છે તે એટલા માટે કે અર્જુન ફરી અસ્ત્રને પ્રાપ્ત કરે ત્યારે “બ્રહ્મશિરોસ્ત્ર”નું જ્ઞાન આ ગાંડાના મસ્તિકમાંથી અર્જુનને મળે, અર્જુનનાં સર્વ અસ્ત્ર બળવાળાં છે, પણ બ્રાહ્મણના શિરમાંથી જે દિવ્ય અસ્ત્ર ફેંકાય છે તેની શક્તિ કોઈથી પ્રાપ્ત થાય એવી નથી માટે એ અસ્ત્ર અશ્વત્થામાના શિરમાં પ્રતિષ્ઠિત થયું છે ને આ યુગમાં કૌરવ વિનાનો અર્જુન ફરવાનો છે તેને આ અસ્ત્ર અપૂર્વ લાભ આપી શકે એમ છે, પાંઞ્ચાલી ! ભૂતકાળમાં કૃષ્ણાવતારે શુદ્ધ કરેલા યુગની ને આવતા યુગની વચ્ચે પુરાણ પુલ પેઠે રાખેલો અશ્વત્ત્થામાના મસ્તિકમાંથી અર્જુને લીધેલો મણિ એમાં અર્જુન જ પાછો મુકશે એટલે આ યુગનાં સત્ત્વોને પુરાણ યુગની સમૃદ્ધિ આપવા આના મસ્તિકમાં એનું પ્રાચીન તેજ આવશે, ને અર્જુન તેમાંથી બ્રહ્મશિરોસ્ત્રનું ગ્રહણ કરી લેશે. પાઞ્ચાલી ! જો જો ! જેને મ્હેં પ્રિય સખા ગણેલો તે અર્જુનના હાથમાં દિવ્ય મણિ લટકે છે ને તેનાં કિરણના બાહ્ય સ્પર્શથી જ અશ્વત્ત્થામા સચેત થવા લાગે છે ! એ ચિરંજીવનું અજ્ઞ આયુષ્ય બંધ થશે ને પ્રજ્ઞ આયુષ્ય થોડા કાળમાં સ્ફુરશે તે ત્હારું કલ્યાણ જ કરશે. કાળ આમ પાકવા લાગે છે અને આ ચિરંજીવને માટે હું કૃષ્ણાવતારમાં નિર્મેલાં ત્રણ સહસ્ત્ર વર્ષનું એની આ દશાનું આયુષ્ય પુરું થવા આવે છે! કૃષ્ણાવતારને કેટલાં વર્ષ થયાં? ત્રણ સહસ્ત્ર વર્ષ તે મનુષ્યનાં કે દેવોનાં