પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૭


છે !”[૧] ગુણીયલ ! નક્કી તું મ્હારા પ્રધાનપદને આપણી પુત્રી કરતાં ને આપણા ધર્મ કરતાં અધિક નહીં ગણતી હોય !

ગુણ૦- સત્ય જ ક્‌હો છો ! પ્રધાનપદને વૈભવની વાસનાથી -પ્રિય ગણવાનું કહું તો તો આપ ક્‌હો છે તે દોષ આવે જ, પણ મહારાજ પ્રતિ રાજ્ય પ્રતિ - આપનો ધર્મ છે ને પુત્રી પ્રતિ પણ છે ને તે બે વચ્ચે વિરોધ આવે ત્યારે મ્હોટા ધર્મ આગળ ન્હાનનું બલિદાન કરવું એ ધર્મ શું પ્રાપ્ત થતો નથી ?

વિદ્યા૦- એ પ્રશ્નનું સમાધાન પણ એ જ કવિયે કરેલું છે. પુત્રીનું કલ્યાણ કરવામાં પોતાની શક્તિની ન્યૂનતાનું બલિદાન થયેલી પુત્રીની પાછળ અગ્નિમાં પડવા માંડતા પિતાએ પોતાને ચરણે પડેલા રાજાની પણ અવગણના કરી અને તે જ અવગણના કરનાર પિતાએ પુત્રીની સુસ્થિતિ સાંભળી તે વધામણીને રાજાએ કરેલા ચરણપાત કરતાં અધિક ગણી ! [૨] ગુણીયલ ! એક જણની પ્રતિ ધર્મ કરવાને માટે બીજાની પ્રતિ અધર્મ કરવો પડે ત્યારે એમ જ સમજવું કે જેને આપણે ધર્મ ગણીયે છીયે તે અધર્મ જ છે ! માતા પિતા કે દેશ કે લોકસમસ્ત – સર્વના કલ્યાણ કરતાં પણ એક ન્હાના સરખા આપણા બાળક પ્રતિનો આપણો ધર્મ ન્હાનો છે એવી બુદ્ધિ દૂષિત છે, સામા મનુષ્યોની સંખ્યાથી કે તેમના ગૌરવથી તેમના પ્રતિના ધર્મ મપાતા નથી ! સર્વે લોકના કલ્યાણને માટે પણ અસત્ય બોલવું પડે કે ચોરી કરવી પડે તો તે કરવું અધર્મ મટી ધર્મરૂપ થતું નથી. ધર્મનું આચરણ કરવામાં અથવા અધર્મથી દૂર ર્‌હેવામાં પ્રાણીમાત્રનો સંહાર વળી જતો હોય તો તે થવા દેવો એ જ ધર્મ છે. શ્રુતિ અને સ્મૃતિ, જ્ઞાન અને ભક્તિ, વ્યવહાર અને પ્રીતિ, સર્વે આવા ધર્મના આગળ ક્ષણિક અને ક્ષુદ્ર છે.

ગુણ૦– જો એમ છે તો સ્ત્રીયોને વૈધવ્યના ભયમાં આણી વીરપુરૂષો દેશના કલ્યાણ માટે યુદ્ધમાં મરવું ઉત્તમ કેમ ગણે છે ? સ્ત્રીનું


  1. १. हा तात त्वमपि नाम ममैवभिति सर्वथा जितं भोगतृष्णया ॥
  2. अविगणय्य नृप सहनन्दनम्
    चरणयोर्नतमाग्निमुखे पतन ।
    सपदि भूरिवसुर्विनिवतिंतो
    मम गिरा गुरुसंमदविस्मयः ॥
    માલતીમાધવ, અંક ૧૦.