પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૫

મ્હારો પ્રયત્ન આપની કૃપાથી સફળ થયો છે. મુંબઈના વિદ્વન્મંડળનું આ રત્ન મુંબાઈમાંથી ખોવાયું તેને આપે આવી પ્રીતિથી અને પ્રયત્નથી જાળવી રાખ્યું તેને માટે અનેક હૃદયો આપને માટે ઉપકારથી દ્રવશે !”

રાધેદાસ આગળ આવી બોલ્યો, “આ રત્નની પ્રાપ્તિથી સાધુજનો પોતાનો ઉત્કર્ષ માને છે અને તમે પણ તમારો ઉત્કર્ષ માનો છો - એ રત્નને પૂર્વાશ્રમમાં તમારા જેવાએ સંસ્કારેલું છે અને અમે તો માત્ર તેના ગ્રાહક થયા છીયે. ચંદ્રકાંતજી, અમે સાધુજનો સંસારની વ્યવસ્થાના ભોમીયા નથી, પણ આપના સન્મિત્ર જેવા સાધુજનો જે સંસારમાંથી આવે છે તે સંસાર પણ ઉત્કૃષ્ટ જ હોવો જોઈએ એવું માની આપનો સત્કાર યથાશક્તિ યથામતિ કરીશું. તે સ્વીકારવાની કૃપા કરજો.”

સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતનો હાથ લેઈ બોલ્યો; “ચંદ્રકાંત, આ સાધુજન રાધેદાસે જંગલમાં અંધકારમાં શબવત હું પડ્યો હતો ત્યાંથી આ શરીરને સાચવી આણેલું છે. આ એમની જોડે સાધુદમ્પતીઓના મઠના ઉપરી જ્ઞાનભારતી છે – તેમને મનુષ્યોનાં સ્થૂલ સૂક્ષ્મ રસશાસ્ત્રમાં, દમ્પતીઓના ધર્મશાસ્ત્રમાં, અને જ્ઞાનમાં, અતિશય નિપુણતા અને અનુભવ છે. તેમની જોડે આ અમારા સુન્દરદાસજી અનેક પ્રાચીન કલાઓના વેત્તા છે. આ સુરદાસજી ભક્તિરહસ્યના શાસ્ત્રીય જ્ઞાનનો ભંડાર છે, અને આ માયાપુરી લોકસંગ્રહના શાસ્ત્રની વ્યવસ્થાઓમાં પ્રવીણ છે ને સંગીતકલા પણ સુન્દર જાણે છે. આ સર્વ રત્ન છે. My dear Chandrakanta, there is nothing in or among these learned saints that is low or vulgar. The very air they breathe is impregnated with the sweet and solemn fragrance of their holy and ennobling souls. Their mode of living is simple and yet refined, and their minds are cultured, to an extent of which none on our Indian plains has any idea or even a dream. Not you but your heart will love and revere them as you are allowed the rare privilege of living among them and unhappy and repentant will be the man that thinks of marring the picture of innocence, sweetness, and sanctity of life which thrives on these hills and is ever kept warm by the high and