પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૦

“દાદાજી, અમે બે બ્હેનો જ હવે એક બીજાંની એકલી રહી એ તો ખરું કહ્યું. હવે ગુણીયલ પણ બ્હેનનાં નથી. બાકી ભગવાં તો મને પણ ગમ્યાં ને હવે તો આપના મ્હોંની વાણી ફળે ને બ્હેનના જેવાં ભગવાં મને પણ મળે એટલે હું મ્હારાં કુમુદબ્હેનની ને કુમુદબ્હેન મ્હારાં ! દાદાજી, ચતુરાઈ તો ભગવાં રાખવામાં છે – ઉતારવામાં નથી !”

વાર્તાવિનોદ આ નવા રૂપથી પ્રવાહ પામ્યો અને ચારે જણ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યાં, તંબુ આવ્યો એટલે કુસુમ બોલી:

“દાદાજી, આપે ગુણીયલને શીખામણ દીધી તે શેઠની શીખામણ ઝાંપા સુધી રહી છે. માટે હવે આ ચન્દ્રાવલીમૈયાને ગુણીયલ પાસે બેસાડો કે બધી વાત કહી એમનો ઓરતો પુરો કરે ને એમને ને કાકીને ત્હાડાં પાડી માદીકરીને હસતાં મળવાનો પ્રસંગ આણે. બાકી હવણાં બ્હેનને ત્યાં લઈ જશો તો ગુણીયલ મનના ઉભરા ફહાડ્યા વિના નહી ર્‌હે, ને ઉભરો નહી ક્‌હાડે તો નહી બોલે ને નહી હસે, ને કંઈ નહી બોલવાનું બોલી બેસશે. આટલા દુ:ખમાંથી છુટી બ્હેન આવ્યાં છે તેમનાથી આ જોઈ નહી શકાય ને એમનું કાળજું કહ્યું નહી કરે ને હું આવીશ તો ગુણીયલ જોડે લ્હડી પડીશ. માટે અમે બે અમારી મેળે આ તંબુમાં બેસી વાતો કરીશું ને આપને ગુણીયલનો વિશ્વાસ પડે ત્યારે અમને બોલાવજો – તે વાતો કરી રહ્યાં હઈશું તે આવીશું. બ્હેન, ગભરાશો નહી - ગુણીયલને હવણાનું આવું આવું બહુ થાય છે ને પાછાં જાતે જ શાંત થાય છે. તે આપણે એ શાંત થશે ત્યારે જઈશું ને તે પછી આવું થવાનો એમને ફરી વારો નહીં આવવા દઈએ. આપણે ધારીશું તે કરીશું.”

ચન્દ્રાવલી ભણી જોઈ કુમુદ બોલી: “ચન્દ્રાવલી બ્હેન, મને લાગે છે કે કુસુમ યોગ્ય માર્ગ દર્શાવે છે. મ્હારે માટે અનેક ઉડતી કથાઓ સાંભળી અનેક સંકલ્પવિકલ્પથી મ્હારાં વત્સલ ગુણીયલનું ચિત્ત મન્થન પામતું હશે અને તેમની પાસે બધી વાત મ્હારે સ્વમુખે કહેવી તે સંસારની નીતિથી અને રીતિથી વિરુદ્ધ છે ને આપના સમાગમથી ચિત્તના પડદા તોડવાનો જે અધિકાર હું પામી છું તે અંહી તોડીશ તો સુલટાને સ્થાને ઉલટું પરિણામ આવશે. માટે તમે દાદાજી જોડે પ્રથમ ગુણીયલ પાસે જાવ અને મ્હારા સંબંધમાંનો સર્વ ઇતિહાસ તમે એમને અથથી ઈતિ સુધી જાણો છો તેવો કહી બતાવજો, ને પવનથી કમ્પતા દીવા પેઠે અનેક વાતેાથી કમ્પતા એમના કોમળ હૃદયને તમારી સાધુ વૃત્તિની દક્ષતાથી સ્થર કરજો ને તેની સ્થિરતા પ્રત્યક્ષ કરો એટલે તેની આજ્ઞા માગી મને