પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


natives as well, and on them it mostly lies to choose whether they will have the Hopes or the Fears, and the fortunes of all these States will be the unknowable resultant of all varieties of the individual wisdom and working of each State, great and small, forward and backward, within its own isolated sphere, Government sees the working of all of them : it is in touch with all of them. Each of our States on the other hand sees only that point of Government which affects its own isolated individuality, and is blind to the rest. It is this inequality of vision that makes the States unequal to the comprehensive operations which the present system calls upon them to perform ; and until this inequality is pronounced incurable or begins to perceptibly abate throughout, neither our fears nor our hopes can be looked upon as a constant factor.” . ખાચરના સામું જોઈ વિધાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: “ મહારાણાજી, આ ગૃહસ્થ ઈંગ્રેજીમાં સમજે છે તેટલું ગુજરાતીમાં સમજે એમ નથી. માટે એમને એમની ભાષામાં સમજાવવા ઈંગ્રેજી બોલવું પડ્યું તે ક્ષમા કરજો. મ્હારે એમને ક્‌હેવાનો સાર એટલો છે કે આપણા સઉનાં ઘર સરકાર પાસે કાણાં છે તેને સટે આપણી ફાટફુટ મટી જશે અને સરકારનું આખું ઘર જોઈ લેઈ આપણ સઉના પોતાનાં ઘર સંભાળવા જેટલા આપણે શાણા થવાને નિર્મેલા હઈશું તો સરકાર સાથે આપણે કોઈક દિવસ ફાવીશું, અને તેમ નહી થાય તો સરકાર ફાવશે.”

“પ્રવીણદાસ, આઘે ન જતાં સુવર્ણપુરના જડસિંહના રાજ્યનો ઇતિહાસ તમે જાણો છો. જ્યાં સુધી દેશી રાજ્યોમાં જડસિંહના રાજ્ય જેવી અનીતિ અને તેના જેવા ભ્રષ્ટાચાર અને ખટપટ કેવળ નિર્મૂળ નહી થાય, જ્યાં સુધી રાજાઓ અને પ્રધાનોનો મ્હોટો ભાગ સદ્ગુણનો માર્ગ નહી જુવે, જ્યાં સુધી પોતાના સ્વાર્થને સ્થાને પ્રજાનું હિત કરવા તેમની બુદ્ધિ નહી દોડે, ત્યાં સુધી વીરરાવજીના વર્તારાનું ભય આપણે