પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
સરદાર વલ્લભભાઈ


બેઠક લટકતી મૂકીને ચાલી ગયા. કૉંગ્રેસ સામે પક્ષ ઊભો કર્યો, મુંબઈ આવી તેના ઠરાવો સામે હુમલા શરૂ કર્યા. પ્રજાને અપચો થતો જોઈ, વખત વિચારી અલ્લાહાબાદમાં બે માસનું મુનિવ્રત લીધું. મુંબઈમાં મળેલી છેલ્લી મહાસમિતિની બેઠકમાં જીત્યા એટલે વધારે આકરા ફટકા લગાવવાની હિંમત આવી. મદ્રાસ જઈ મહાત્માજી ઉપર આકરા આક્ષેપો મૂકવાનું શરૂ કર્યું. આઠ મહિના ઉપર આ વાત સાંભળવાને કોણ તૈયાર હતું ? . . ”

આ જ અરસામાં શ્રી વિઠ્ઠલભાઈએ એવો આક્ષેપ મૂક્યો કે ગુજરાતના સૂબા મુંબઈ મહાસમિતિના ઠરાવને માન આપતા નથી. તેને કારણે કૉંગ્રેસની પ્રતિષ્ઠાનું ખેદાનમેદાન થતું આજ હું જોઈ રહ્યો છું. તેમને પણ સણસણતો જવાબ આપ્યો :

“પટેલ સાહેબ કહે છે કે, ‘હવે તો કાર્યકર્તાઓ અને આગેવાનોમાં મતભેદ થયો છે, એટલે આશા નથી કે ધારાસભાઓનો કબજો લઈ શકાય. ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ જો મહાસમિતિના ઠરાવને માન આપતાં શીખે તો કામ થાય અને કૉંગ્રેસની પ્રતિષ્ઠા વધે. મહાત્મા ગાંધીજી પણ મહાસમિતિના ઠરાવાને માન આપતા હતા.’ વાત સાચી છે. પક્ષ આજના નથી પડ્યા. સ્વરાજ પક્ષ ઊભા કરનારાઓ એને માટે જવાબદાર છે. હજી પણ કૉંગ્રેસની પ્રતિષ્ઠા સાચવવી હોય તો એમણે સ્વરાજ પક્ષમાંથી હાથ ધોઈ નાખવા જોઈએ, ધારાસભાનો કબજો લેવાની ઉમેદ છોડી દેવી જોઈએ. ધારાસભામાં સ્વમાનથી કામ થઈ શકે એવી ગુજરાત પ્રાંતિક સમિતિની ખાતરી થશે ત્યારે તે તેમ કરવાનું ચૂકશે નહીં. ગુજરાત ગાંધીજીને પટેલ સાહેબ કરતાં વધારે ઓળખે છે. એમના પક્ષે તો ગાંધીજીનો જરૂર પૂરતો જ ઉપયોગ કર્યો છે, જ્યારે ગુજરાત યથાશક્તિ ગાંધીજીને પગલે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે. ગુજરાતની અશક્તિ ગાંધીજી માફ કરશે, જગત માફ કરશે અને ઈશ્વર પણ માફ કરશે. અશક્તિ એ ગુનો નથી. પણ ગુજરાત વિશ્વાસઘાતનો ગુનો નહીં કરે. ગાંધીજી મહાસમિતિના ઠરાવને માન આપતા એની ગુજરાતને યાદ દેવરાવવાની પટેલ સાહેબને કશી જરૂર નથી. ગુજરાતને ખબર છે કે ગાંધીજી બહાર હતા ત્યારે આખો દેશ એમનો પડતો બોલ ઝીલી લેતો હતો. આજે આગેવાનો જ કૉંગ્રેસના ઠરાવને માન આપતા નથી, અને બીજા પાસે પોતાના મતને અનુકૂળ ઠરાવને જ માન આપવાની માગણી કરે છે. પછી કૉંગ્રેસની પ્રતિષ્ઠા કેવી રીતે વધવાની ?”

આમ બે ભાઈઓ વચ્ચે રાજદ્વારી બાબતમાં તીવ્ર મતભેદોને કારણે તીખો ઝઘડો ચાલતો પણ તેથી તેમના ભાઈ ભાઈ તરીકેના અંગત લાગણીના સંબંધમાં જરાયે ન્યૂનતા આવતી નહીં. જ્યારે જ્યારે વિઠ્ઠલભાઈ અમદાવાદ આવતા ત્યારે સરદારને ત્યાં જ ઊતરતા અને મોટાભાઈ તરીકે સરદાર એમનું બહુ માન રાખતા. જોકે બંને ભાઈઓને સીધી એકબીજા સાથે વાતો ચીતો કે