લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
ઘેરો


“ખબરદાર !” બંને જણ તરફ પોતાની નજર નાંખીને તેમને શાંત પાડવાના હેતુથી મોતી બોલી: “તમારે મારી સત્તાને માન્ય રાખીને વર્તવું. જે બનાવ આ પ્રસંગે અહીંયાં બન્યો છે, તેમાં શો ગૂઢ ભાવાર્થ રહ્યો છે, તે અમે કોઈ સમજી શક્યાં નથી. મારી વિનતિ શાહજાદા નવરોઝને એ છે કે, તેણે સર્વ હકીકત સવિસ્તર અમને જણાવવી.”

“હું તૈયાર છું ” એમ કહી શાહજાદાએ તુરત સુરલાલનો પત્ર બેગમના હાથમાં આપ્યો. બેગમ વાંચે છે તેવામાં દિવાને જોયું કે, સર્વની નજર બેગમ તરફ છે, માટે એકદમ તે બારણા ભણી જવાને તત્પર થયો. તેણે થોડાંક પગલાં મૂક્યાં નહિ હશે, તેટલામાં તો એકદમ સુરલાલ આવી પહોંચ્યો. તેની નજર દિવાનપર પડતાં, ને તેને ગભરાયલો જોતાં, તે તરતજ ચેતી ગયો કે, આ નિમકહરામ માણસ ખરેખરો ચોર છે. દિવાને સુરલાલપર છુપી નજર નાંખી, ને જ્યારે તેણે જોયું કે એની નજર બીજી બાજુએ છે, ત્યારે એ એકદમ બારણ બહાર, બેદરકાર હોય તેમ ધીમે ધીમે પગલે, દીવાનખાનામાં આગળ ને આગળ જતો હોય તેવા ડોળમાં ચાલ્યો ને દાદરપર ઘણું ત્વરાથી પગલું મૂક્યું, કે તુરત સુરલાલે પોતાની સાથેના સીપાહીને હુકમ આપ્યોઃ-

“બાદશાહી મહોરની સત્તાથી હું તમને એવો હુકમ કરું છું કે, આ રાજકેદી છે તેને પકડી લો.”

“શા માટે ?” ગભરાટમાં દિવાન બોલ્યોઃ “મને રાજકેદી કહેવાની તને શી સત્તા છે ?”

“મને સઘળી સત્તા છે, તમે તાબે થાઓ, પછી જે પૂછવું હોય તે પૂછજો;” તિરસ્કારથી સુરલાલ બેાલ્યો.

“કયાં છે રાજનો હુકમ ને મહોર !” ગળગળી જઈને ઘણું નમ્રતાથી દિવાને સવાલ પૂછ્યો, “સુરલાલ, તું જાણે છે કે કોની સામા તેં તારી સત્તાનો ઉપયોગ કરવા માંડ્યો છે ? જે લોકો મારી તરફ શકમંદ આંખે જોય છે, તે જાતે જ ચોર છે. હું જાણતો નથી