આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
રાગ પ્રભાતિયું
પદ ૨૧ મું - રાગ પરજ
પદ ૨૨ મું
અળગા ન મેલું રે અળગા ન મેલું રે,
નાથ તમને આંખલડીથી રે અળગા ન મેલું રે... ટેક
મદનમોહન તારી મૂરતિ જોઈને, હાંરે મારું મનડું થયું છે ઘેલું રે... ૧
લોક કુટુંબ પરિવાર તજીને, હાંરે મેંતો તમસંગ બાંધ્યું છે બેલું રે... ૨
પ્રાણજીવન તમ પાસે રાખ્યાનું, હાંરે મને વચન દીધું છે વે'લું રે... ૩
પ્રેમાનંદ કહે જોઈ જોઈ જીવું, હાંરે તારું મોળીડું રંગનું ભરેલું રે... ૪
પદ ૨3 મું
પદ ૨૪ મું
આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખલડીમાં રે, આવા ને આવા રે.
આવાને આવા -
આવા ને આવા મારા નાથ બિરાજો, હાંરે મારા તનના તાપ બુઝાવા રે... ૧