પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૩૭
 


“વિસામા ! અમે વાટેથી આવીને આ ઘરનાં પાણી પીધાં.”

“પાણી પીધાં ? બસ, એટલા સાટુ !”

“બસ બાપ ! પાણી પીધાં, એટલા સાટુ.”

ગીગો ઉભો થઈ રહ્યો એકેએક જણ અબોલ ઉભું છે. સહુના શ્વાસ સંભળાય છે. આગ ભાળીને વનમાં ભયંકર વનચરો પણ પૂછડીઓ સંકેાડી જાય, તેવું આ લૂંટારાઓનું બની ગયું. થોડીક વાર થઈ. ચારણ્યે છેલ્લી વાર કહ્યું:

“ગીગા ! બાપ ! ઠાલો ખોટી મ થા. અમે પાણી પીધાં છે. અને હવે લૂંટ્યું એટલું લઈને ભાગવા માંડજે, ગીગા !”

ગામ ભાંગ્યા વગર ગીગો ચાલી નીકળ્યો. કેટલાય દિવસ સુધી એના મનમાં ભણકારા બોલતા રહ્યા કે “ વિસામા ! અમે એનાં પાણી પીધાં છે !”

મજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસ પાટણથી ઈશાન ખુણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગપાળો વોળાવીઓ ચાલ્યો આવે છે. પગના અંગૂઠા યે ન દેખાઈ જાય એવડો લાંબો અંગરખો પહેરેલો અને તે ઉપર કમરથી છાતી સુધી અરધાક તાકાની ભેટ બાંધેલી : એ ભેટમાં કટાર અને જમૈયો ધબેલાં : ખંભે ઢાલ, કેડે તલવાર અને હાથમાં જામગરીવાળી અમદાવાદી બંદૂક હતી : સીત્તેર વરસ વટાવી ગએલ બુઢ્ઢો વોળાવીઓ પૂરી પરજથી વેલડાને પડખે વહ્યો આવે છે.

એની પછવાડે પછવાડે એક વૃદ્ધ બાઈ પોતાના બે વરસના દીકરાના દીકરાને તેડીને ચાલ્યાં આવે છે. દીકરાના શરીર ઉપર શીતળાનાં તાજા ચાઠાં છે, દાદી મા અને દીકરો, બેયનાં