પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૫૭
 

લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ: સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ: પોતાના પાંચ દીકરા, વજીરમામદ, અબ્દરહેમાન, મહમ્મદ, અબ્દુલા અને ઈસ્માઇલ: પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર : અને હુસેનભાઈ નામને એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરી :

“મારા ભાઈ બેટાઓ, મકરાણીઓની ઈજ્જત આજ ઉતરી ગઈ છે. ઘણા ઘણા ઉતરતા ખવાસના બલોચોએ આંહી કાઠીઆવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ–બલેાચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ 'મકરાણી' નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.”

“એવડું બધું શું થયું છે ?”

આપણા માંહેલાની જ ખટપટથી નવાબ સરકારના અમલદારો આપણા ઉપર કોપાણા છે. મને કાલે હરિદાસ દિવાને વેરાવળ મુકામો તેડાવેલો. પૂછ્યું કે હથીઆર કેમ રાખો છો ? સરકારી અમલદારોને ગામમાં કેમ આવવા દેતા નથી ?


    ઉતારે ? ”ઈણાજને દુર્ભાગ્યે આવો વિચાર કોઈને થયો નહિ) નોટિસો પણ નીકળી તેનો વ્યાજબી જવાબ મળ્યો નહિ. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો તેનો પણ વ્યાજબી જવાબ મળ્યો નહિ. સિપાહી, અમલદાર, જે કોઈ ગયા તેને ઇણાજવાળાઓએ તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજુ કરવામાં આવી. જે લોકોની પાછળ “શિરામણી કરતા જાવ !” એવો આગ્રહ કરવા ઈણાજના ગામેતીઓ પોતાના પાદરમાં દોડેલા, તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ તો અમને મારી નાખવા દોડ્યા હતા. આ સંજોગો હતા. એટલે લશ્કરી બળથી ગામ ખાલી કરાવવા જુનાગઢ રાજ્યે એજન્સીની રજા માગી. રજા આપવામાં આવી. પરંતુ કનડા ડુંગર પર મહીયાની કતલ જેવો કિસ્સો ન બને તેટલા માટે માણેકવાડાના પોલીટીકલ એજન્ટ મેજર સ્કૉટને જુનાગઢના લશ્કર પર ધ્યાન રાખવા માટે અને હદ બહાર ન જવા દેવા માટે હાજર રહેવાનો હુકમ થયો.