પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સોરઠી બહારવટીયા : ૩
 

થઈને ચારણ્યો ઓસરીએ પહોંચી. લાંબી લાંબી એક જ ઓસરીએ ત્રણ ચાર ઓરડા હતા, અને તેમાંથી છેલ્લા એારડામાં કાંઇક તૂટવાના ધડાકા થાતા લાગ્યા. સામે ઓરડે જઈને ઓસરી પાસે ઉભાં રહી મોટેરી ચારણ્યે અવાજ દીધો કે “કોક અમને વાટમાર્ગુને ટાઢાં પાણી પાજો બાપ !”

ઓરડામાંથી એક આધેડ બાઈ બહાર નીકળી અને ઓસરીમાં પાણીઆરૂં હતું ત્યાંથી કળશીઓ ભરીને બન્ને મુસાફરોને પાણી પાયું.

“હાશ ! ખમ્મા તુંને દીકરી ! મારાં પેટ ઠર્યાં. તારાં ય એવાં જ ઠરજો ! અમૃત જેવું પાણી હો !” એમ કહીને મોટેરી ચારણ્યે આશીર્વાદ આપ્યા. અને છેલ્લે એારડે ધડાકા જોશભેર સંભળાવા લાગ્યા. ચારણ્યે બાઈને ચૂપ જોઈને પૂછ્યું :

“આ શું થાય છે ? આ ધડાકા ને આ ગોકીરા શેના છે બાપુ ?"

“કાંઈ નહિ આઈ ! તમે તમારે હવે સીધાવો.” બોલતાં બોલતાં બાઈની આંખોમાં જળ ઉભરાણાં.

“અરે બાપ, તું કોચવાછ શીદ ? શી વાત છે ? કહે ઝટ. હું આંહીથી તે વિના જાઈશ નહિ.”

ધડાકા ને હાકોટા વધે છે.

“આઈ ! અમારાં ફુટી ગયાં. અમને લૂંટે છે. તમે ઝટ માર્ગે ચડો.”

“અરે કોણ લૂટે છે ?” જુવાન ચારણી આંખ રાતી કરતી પૂછે છે.

“ગીગલો મૈયો. પણ આઈ ! તમે તમારે માર્ગે પડો.”

મોટી ચારણ્યે જુવાન ચારણ્યની સામે જોયું. પલકારામાં બેયની આંખેાએ જાણે સંતલસ કરી લીધા. મોટેરી ચારણ્ય એાસરીએ ચડી. પાછળ જુવાનડીએ પગલાં માંડ્યાં. અંદર જઈને