આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સોરઠી સંતો
[૧]અમસું ગરનારી !
અંતર કર્યો વાલે !
અંતર કર્યો રે !
પડદા-પોસંગી વેલો રમવા ગીયો.
એ...રમવા ગીયો રે
ખાવંદ જાતો રીયો રે !
ભોળવીને ભૂલવાડી ગીયો - અમસું૦
[૨]હો....સગડ હોય તો ધણીના
સગડ કઢાવું રે
સગડ કઢાવું રે
ત્રણે ભુવનમાંથી બાળૂડાને લાવું -અમસું૦
[૩]હો....થડ રે વાઢીને ધણી
પીછાં દઈ ગીયો રે
પીછાં દઈ ગીયો રે
રસ પવનમાં ગેબી રમવા ગીયો - અમસું૦
હો.....મથણાં મથી
દીનાનાથને બોલાવું રે
નાથને બોલાવું રે
ત્રણે ભુવનમાંથી બાલૂડાને લાવું - અમસું૦
- ↑ ૧. હે ગિરનારી ! તમે મારી સાથે અંતરાય પાડી. પરદે–પેાશ
વેલો બાવો રમવા ચાલ્યો ગયો. મને ભેળવીને ભૂલથાપ દઈ ગયો. - ↑ ૨. પૃથ્વી પર એનાં પગલાં પડ્યાં હોય, તો તો હું એનું પગેરૂં
કઢાવીને ત્રણે લોકમાંથી એને શોધી કાઢું. પરંતુ એ તો અદૃશ્ય
થઈ ગયો. - ↑ ૩. જાણે કે ઝાડનું થડ વાઢીને મારા હાથમાં પાંદડાં દઈ ગયો.
એ ગેબી ગુરૂ ગેબમાં રમવા ગયા.