પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૫૯
 


“પાળીઆદ જા બાપ. ઠાકરના નામની ધજા બાંધજે. તુંહે ગળ ચોખા વા'લા છે ને, એટલે ગળ ચોખાનો સદાવ્રત બાંધજે બાપ ! ને કામધેનને સેવતો રે'જે.”

વીસામણે ત્યાં ને ત્યાં હથીઆર ભાંગ્યાં. ડોકમાં માળા નાખી. પાળીઆદમાં થાનક સ્થાપ્યું, દાના વીસામણની જોડલી ગવાવા લાગી.

દાનો વીસળ દો જણા, ભલકળ ઉગા ભાણ,
અંધારૂં અળગું કર્યું, જંપે સારી જાન.

પોથાં પોથાં ને ટીપણાં, વાંચે ચારે વેદ,
ભીતર દેતલ ભેદ, વચને અમૂલખ વીહળો.


૧૪

જડી ગામના કોઈ ગધૈની એક જુવાન દીકરી હતી. એનું નામ લાખુ : લાખુને રાણપર ગામે પરણાવેલી. પણ લાખુ પોતે જાડી મોટી, અને ધણી હતા છેલબટાવ : લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહિ. મારી કૂટીને એણે લાખુને ઘરમાંથી કાઢી મૂકી. ચલાળામાં પોતાનું મોસાળ હતું ત્યાં આવીને લાખુ મામાની એાથે રહી. એના ધણીએ તેની નવી સ્ત્રી કરી, એટલે લાખુનાં મોસાળીઆંએ પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંઈક દઇ દઇએ. પણુ લાખુએ ન માન્યું.

દુ:ખની દાઝેલી લાખુએ પોતાના જીવને ધર્મ કામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાયમાતાઓની ચાકરી આદરી દીધી. પણ એ ભોળી જુવાનડી પોતાના મનમાં વિકારને છેવટે ન દબાવી શકી, જગ્યાના જ કોઇ હલકા બાવાના સમાગમમાં નિર્દોષ લાખુ ફસાઇ પડી.

લાખુને ઓધાન રહ્યું. ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી. લોકો બેાલતાં થયાં કે “રાંડને ઘરઘાવતાં