પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


દર્શન થતાં જ તરલાના હૃદયમાંથી સુમનલાલના વિચાર લુપ્ત થયા. હીપ્નેટીઝમ-મેસ્મેરીઝમ કરનાર જેમ બીજા ઉપર પોતાની ઉપર સત્તા ચલાવે છે તેમ ભૂજંગલાલ તરલાની કોમળ લાગણી ઉપર સત્તા ચલાવતો હતો. ભૂજંગલાલ કાળો નાગ હતો. મનુષ્ય કે અન્ય પ્રાણીને કરડ્યા પછી જેમ નાગ ફેણ માંડી ઘડી વાર ઉભો રહે છે; બિલાડી ઉંદરને પંજો મારી ત્હેનાં તરફડીયાં જોતી રાજી થાય છે, એક ખૂની ખૂન કરી ક્ષણવાર મડદા પાસ ઉભો રહી પોતે વિજય મેળવ્યો હોય એમ આનંદ માને છે, તેમ ભૂજંગલાલ નરમ બનેલી તરલા ઉપર સામ્રાજ્ય ભોગવતો હતો. ભૂજંગલાલ તરલાની પાસે ગતો અને ત્હેને શાંત કરવા અનેક સુમધુર શબ્દો કહ્યા. તરલાને શાંતિ થવાને બદલે અશાન્તિ થઈ અને રોવા લાગી. તે રોતાં રેતાં ડૂસકાં ખાતાં બોલી:

'ભૂજંગલાલ ! તમે કેવા હશો ? ખરે પુરૂસો ક્રૂર તો ખરા. તમને લગ્નવિધિનો આટલો તિરસ્કાર કેમ હશે ? શું લગ્નને તમે બંધન માનો છો ? સ્વતંત્ર રહી અનેકને ફસાવવા માગો છો ? કહે છે કે તમે ઘણીને આશા આપી ત્યજી દીધી છે. લીલા બીચારી હજી પીડાય છે. ત્હમને આપણી લગ્નપદ્ધતિમાં શો વાંધો છે? ધારો કે તમારી મરજી પ્રમાણે લગ્નવિધિની ભાંજગડમાં ન પડીયે. પરમેશ્વરની નજરે-જો કે તમે પરમેશ્વરને માનતા નથી, એટલે હદયની નજરે-સ્વર્ગીય સ્નેહની નજરે-આપણે પવિત્ર ગણાઇએ પણ દુનિયામાં, જનસમાજમાં કેવાં ગણાઈશું ? તેનો વિચાર કર્યો ? લોકો આપણને પતિપત્ની માનશે? ભવિષ્યની પ્રજામાં નીતિ માટે, કેળવણી માટે કેવી છાપ પાડીશું ? લગ્ન કર્યા છતાં–તમારી પદ્ધતિએ લગ્ન ક્યાં છતાં–લોકો તો એમ જ કહેશે કે નાશી ગઈ, ને લાજ લગાડી, ભણ્યામાં ધૂળ નાંખી. મોટી કરી તે આટલા માટે ! તમારો સિદ્ધાન્ત હોય તો પણ મારે ખાતર, જનસમાજને ખાનર, વિદ્યા-સુધારાને ખાતર લગ્નવિધિની હા પાડો.'