પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૩
કાયદો, ન્યાત કે આપધાત.


પડયા હતા. એનાજ ઉપર પાનની ચમચી, સુડી, કાથા ચુનાની ડબી –ડાબલી પણ પડ્યાં હતાં. રાવસાહેબના મેજના ખાનાના ભાગમાં અને એક પાયાને બાંધેલા લુગડાના કકડા ઉપર તેમજ પાયા ઉપર કાયા ચુનાની આંગળીઓ લોવાથી કાબરચીતરા વાઘની ભ્રાન્તિ થતી હતી. રાવસાહેબ કાંઈક ઓફીસ ને કાંઇક ગામગપાટાની વાત કરતા હતા ત્યાં ઓફીસર જેવો એક ગૃહસ્થ આવ્યો અને રાવસાહેબને માકુભાઈ છે? એમ પૂછ્યું. રાવસાહેબ તમાકુની ચીમટી ભરતાં જરા પણુ હાલ્યા ચાલ્યા વિના બોલ્યા, 'શેઠ કામમાં છે, બેસો હમણા.' આટલું કહી રાવસાહેબ ભટની સાથે વાતમાં પડયા. પેલો ઓફીસર લાગતો ગૃહસ્થ રાવસાહેબની સભ્યતા, માકુભાઈની ઓફીસનો તાલ જોઈ કાંઈક હસ્યો, કાંઈક ચ્હીડાયો.

'મહેરબાની કરી મારો કાર્ડ માકુભાઈને મોકલશો?' રાવસાહેબે ઉંચું જોયું. પટાવાળાને બોલાવી કાર્ડની કે કાર્ડ આપનારની જરાયે દરકાર કર્યા વિના કાર્ડ અંદર મોકલ્યો અને રાવસાહેબ લખવા મંડયા. મીનીટ થઈ હશે ત્યાં ઓફીસનું બારણું ઉઘડયું ને માકુભાઈ પોતે જ આવ્યા.

'ઓ લો ! સુમનલાલ ! આમ અત્યારે તમે ક્યાંથી? તમારે વળી કાર્ડ મોકલવાની જરૂર શી ? અરે ! વામનરાવ ! તમને તે ક્યારે અકલ આવશે! પાનની ચમચીમાં જ પેશવાઈ ગુમાવી. કોણ આવે છે કોણ નહિ તે તો જરા ધ્યાન આપો ! બધાએ ગમાર જેવા મળ્યા છે તો ! ધોડૂં ! મુર્ખા એક ખુરશીએ બેસવાની ન અપાઈ ?' માકુભાઈનો મિજાજ આવો કદિ ગયેલ નહોતો. ટાઈપીસ્ટ જુવાનીયો તો બીચારો ત્યાંજ ઠરી ગયો. રાવસાહેબ અડધી ગુજરાતી અડધી મરાઠીમાં કાંઈક બબડયા, અને તોફાન શમ્યું.

'માકુભાઈ, હું થ્રૂમાં[૧] સુરતથી આવું છું, બારેબાર અહીં


  1. ૧ પરભારી ટ્રેનમાં.