પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૧૬ મું.


ચર્ચગેટનું સ્ટેશન.

"સુમન ફુવા! ભાઈ બેલાવે” કરી કીકીએ જેવો સુમનનો હાથ પકડયો તેવો જ સુમન ઝબક્યોર્યો. સુમનની નજર–સુમનનો જીવ ધસી આવતી ગાડી ઉપર હતો. મૃત્યુ જોતો હતો, 'ગાડી આવે, પળવારમાં ચગદાઈ જઈશ, દુઃખમાંથી છૂટીશ' એમ ધારતો હતો ત્યાં વિઘ્ન આવ્યું. સુમનનું ચાલતું હત, સુમન સ્વભાવથી જ ક્રૂર હત તો તો કીકીને ઉપાડી ફગોટી દીધી હતી. પરંતુ સુમનનું હૃદય જ સુમન [૧] જેવું કોમળ હતું. કીકીને જોતાં જ, ત્હેનાં બીજાં ભાઈબહેનને જોઈ કુદરતી વ્હાલ ઉભરાઈ આવ્યું, અને કાકીની આંગળી પકડી પાછળ જુવે છે તા ચંદા અને વસન્ત વાત કરતાં આવતાં જણાયાં.

સુમન સુરતથી છાનો આવ્યો હતો. સોલીસીટરને મળી સુરત પાછા જવાનું હતું. પણ સોલીસીટરને ત્યાં મનની ધારણા પાર ન પડી એટલે આપધાત કરવા ચર્ચગેટ સ્ટેશન ઉપર આવ્યો; પરંતુ ત્યાં જંપવાનો વારો ન મળ્યો. મુંબાઈની નવ લાખ માણસની વસ્તીમાં કોઈ ન મળ્યું, ને મળ્યાં ત્યારે જેને દૂર કરવા માંગતો હતો તે જ! હવે શું કરવું? શું કહેવું? આ વિચારમાં હતો ત્યાં વસન્તલાલે આવી સુમનને હાથ પકડ્યો.

'વાહ રે સુમન: આ ઠીક કહેવાય કે આમ કેમ ? કેમ બોલતા નથી ? ક્યારે આવ્યા ? બીજે ઉતર્યા હશો !'

‘વસન્તલાલ! જરૂરનું કામ હતું એટલે આવ્યો હતો અને આજ જાઉં છું. '

‘આજ જાઉં છું એટલે એ ન બને !'

'તમારી ગાડી જશે, જાઓ.'


  1. ૧ ફુલ.