પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


એટલું સાંભળતાં જ તરલાના હોંશ ઉડી ગયા. ;હું નહી કાં એ નહીં' એ સુમનના શબ્દો સાંભર્યા. રખેને સ્ટેશન ગયા હોય ને આપઘાત કરે. આપઘાતની સાથે ગ્રાન્ટરોડનો દેખાવ નજર આગળ તરી આવ્યો–બીચારા આદમીની દયાજનક સ્થિતિ સાંભરી આવી. તેને થયું કે એ હોંશભર્યો જોતજોતામાં કપાઈ મૂવો ને એનાં નિરાધાર થયેલાં સ્ત્રી-છોકરાં રઝળી પડ્યાં. હું પરણી નથી પણ સુમન શિવાય જીવીને શું કરું ?” ગરીબ બિચારી તરલા અત્યારે જ પોતે વિધવા થઈ હેય એમ રોઈ પડી. રામો શાન્ત કરવા લાગ્યો, પણ નિરર્થક [૧].

'રામા ! ભાઈ–બ્હેનને કહેજે કે તરલાબ્હેન મુંબાઇ ગયાં છે.'

'પણ, બ્હેન, હું સાથે આવું?'

'ના. ત્હારું કામ નથી.'

આટલું કહેતાં જ તરલા ગાડી કરી એકદમ સ્ટેશન ઉપર આવી. સુરતના સ્ટેશન ઉપર તરલા અને સુમનલાલને ન ઓળખ એમ ભાગ્યે હતું એટલે સુમનલાલની તપાસ કરવામાં મુશ્કેલી નડી નહી. સુમનલાલ મુંબાઈ ગયા એ વાત જાણતાં જ તરલાને કાંઈક ધીરજ આવી. હરકત નહી, ભૂતનું ઠેકાણે આંબલી. ચંદા બહેનને જ મળવા ગયા હશે જાણી એણે ચંદાને તાર કર્યો અને રાતની ગાડીમાં તે મુંબાઈ જવા નીકળી.

દાદરમાં તરલા આવવાની છે એ વાત માત્ર વસંતલાલ અને ચંદા જ જાણતાં હતાં, અને તેમાં એ ચંદાને કાંઇ જ કામ સૂજતું નહોતું. સવાર પડી, મેલનો વખત થયો, મેલ આવી ગઈ. ગ્રાન્ટરોડની લોકલ આવી અને ફોઇને તેડવા ગયેલાં છોકરાંઓ ફોઇને લઈ આવ્યાં. ઘરમાં બહારથી આનંદ છવાયો. બ્હેન ભાઈને મળી પણ હૃદયની વાત કહી શકી નહીં. નણંદ-ભોજાઈ એકલાં પડ્યાં અને તરલા છૂટે હેયે રોઈ પડી. ભાભીના ખોળામાં ઉધું માથું નાખી ખૂબ રોઈ ને બેલી, 'ભાભી ! હવે મને મારો કે જીવાડો.


  1. ૧. ફોગટ.