પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્લેટફોર્મ ઉપર નાંખ્યો ને લોકોનો જમાવ થયો. “દાદર બંધ છે તે સામી લોકલમાં જવા દોડતાં આવતી ગાડીનું ભાન ન રહ્યું.” મુઆ લોકોએ કેવા છે? એક લોકલ ગઈ તો શું થયું? નાહક જીવનું જોખમ. હમણા હતો નહોતો થયો હત.” “ના, ના, આપઘાત.” “ના રે આવો છેલબટાઉ આપઘાત શા માટે કરે ?” એમ વાતો થવા માંડી. સ્ટેશન ડાક્ટરને બોલાવવામાં આવ્યા. લોકોની ભીડ ઓછી થઈ. ગાડી ઉપડી અને સીપાઈઓએ બીજાને દૂર કર્યા. તોપણ હજી શું થયું, શું છે, કરનારા ઉતારૂઓની સંખ્યા ઓછી નહોતી. બેભાન થયેલા માણસને ચત્તો કર્યો, તેના મ્હોં ઉપર દિવાનો પ્રકાશ પાડ્યો અને ટોળામાંથી બે જણ એકી સામટે ચીચીઆરી પાડી બોલ્યા, “આ તો ભૂજંગલાલ!” આમાં ભૂજંગ કહેનાર તો સુમન હતો. જે વખતે ભૂજંગે કુદકો માર્યો, ભૂજંગનું બાવડું પકડી ખેંચ્યો તે વખતે સુમનને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે ભૂજંગ છે. પ્લેટફોર્મ ઉપર સૂવાડ્યો ત્યારે પણ પોતે ઉશ્કેરાઈ ગયો હતો, થાકી ગયો હતો, એટલે કોણ છે એ જોવાની તસ્દી લીધી નહતી. પણ દિવાનો પ્રકાશ પડતાં ભૂજંગને ઓળખ્યો. ઓળખતાં જ તાર સાંભર્યો અને ક્ષણવાર તિરસ્કાર થયો. પણ તરલાની મૃત્યુશય્યા--મૃત્યુમુખ જતી તરલાની છબી નજરે તરી આવી. દયા-ક્ષમા અને શાન્તિના પવિત્ર વિચારો આવ્યા અને એક આત્માને બચાવવા ભાગ્યશાળી થયો માની પરમેશ્વરનો ઉપકાર માનવા લાગ્યો. ભૂજંગ લોકલ પકડવા જતાં ફસાયો કે જાણી જોઈને પડ્યો હશે એનો ખુલાસો થયો નહીં, અને એ સબંધી ચોળાચોળ ન કરવી એમાં જ મજા છે માની ચૂપ રહ્યો.

ટોળામાંથી ભૂજંગલાલ કહેનાર બીજી આપણી વીણા હતી. વીણા સુરતમાં હતી. એણે ચંદાને તાર કર્યો હતો, કાગળ લખ્યો હતો. પણ બેમાંથી એકેનો ઉત્તર આવ્યો નહી, તાર-કાગળ નહી પહોંચ્યો હોય ? એમ થયું અને તરલાનું મોં જોવું હોય તો આવો એવો સગામાં