પૃષ્ઠ:Tarlaa.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


વૃદ્ધો––અનુભવીની જરૂર છે. ચંદા બ્હેન ! વસંતભાઈએ મને ન બોલાવી હત તો પેલી મહેતીજીના કાગળનું આજ શું પરિણામ આવત!

ચંદા-તરલા બ્હેન એ દિવસ ન સંભારશો. આજ હું જે શાન્તિસુખ ભોગવું છું તે ઉપર પૂળો મૂકાયો હત. છોકરાં મોટાં થઈ પુછત તો શું જવાબ આપત? છૂટાછેડા થવા વખત આવે એજ ત્રાસ.

વસંતલાલ–તરલા ! માણસ ભૂલ કરે પણ એ ભૂલ પોતે જાણે ત્યારે સુધારે ને સામો માણસ પ્રેમથી સુધારે તો જીવન આનંદમાં જાય. હાલ ક્ષમા નામની જ છે, માત્ર અસહનતા જ વધારે છે.

સુમનલાલ–વસન્તલાલ ! એ અસહનતાથી જ નવા જમાનામાં દુઃખ થાય છે. જરા પણ અવગડ વેઠવી ગમતી નથી. પોતે જાણે મહાત્મા ને બીજા પાપી. મ્હેં જ જરા વિચાર કર્યો હત તો હું આપઘાત કરવા ન જાત. કીકી ન આવી હત તો – ” સુમનલાલે કીકીને ઉપાડીને પ્રેમથી બન્ને ગાલ ઉપર બચ્ચીઓ કરી. કીકી ખુશ થતી–સીગ્નલ સંભારતી દોડી ગઈ.

ભૂજંગલાલ-તરલાબ્હેન ! ત્હમે સુરતથી આવવા નિકળ્યાં ને ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર મ્હેં તમને જોયાં ને મારા મનમાં જે વિચાર થયા તે અત્યારે સંભારતાં મ્હને કંપારી છૂટે છે. બ્હેન ! બ્હેન ! ભણેલા યુવાનો પણ સ્વતંત્ર મત બાંધવા અને તેવા લગ્નસ્નેહ માટે તે લાયક નથી એમ મને લાગે છે. લાગણી થયા પછી એ લાગણી કાયમની છે કે કેમ, તે પવિત્ર છે કે કેમ એ જાણવા માટે અમુક મુદત પસાર થવા દેવી જોઈએ. એ મુદત વીતતાં એવીને એવીજ લાગણી રહે તો જ સંબંધ બાંધવો.

વીણા–ત્યારે મ્હોટી વયનાં લગ્નમાં વાંધો નથી, એ સર્વ કોઈ કબૂલ કરશો. વાંધો માત્ર કેળવણી અને વિચારનો છે. એનો આધાર તો ઘરના ઉપર જ છે. નવી કેળવણીમાં-નિશાળોમાં અને લાગણીઓ ઉશ્કેરાય એવી વાર્તાઓ વાંચવામાં, યુરોપીઅન–પારસી સંસારના કેટલાક દોષભરેલા, બહારથી સારા લાગતા રિવાજોનું અનુકરણ કરવામાં આપણામાં માઠાં પરિણામ આવે એમાં કેલવણીનો શો વાંક? એમાં