પૃષ્ઠ:Tarlaa.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


એક ન્હાનો પણ મ્હોટો બનાવ બન્યો. સુરતની વાત નિકળતાં જ્ઞાતિના એક પ્રતિષ્ઠિત પુરૂષની વાત થઈ. એની છબી તરલાની પેટીમાં હતી, એ છબીનું આલબમ લેવા તરલા ઉઠી અને કોઈક આવ્યાની ઘંટડી વાગી.

'કોણ હશે?'

'ચંદા બ્હેન! મ્હને તેડવા આવ્યું હોય. પણ મને કાંઈ બહુ વાર થઈ થઈ નથી. બીજું કોઈ મળવા આવ્યું હોય. પણ અત્યારે કોણ આવે ?'

'લીલા! ત્હારે માટે કોઈ નહી હોય, એ તો ઓફીસનું કે જરૂરનું કામ લઈ કારકુન કે પટાવાળો આવ્યો હશે.' તરલા હાથમાં છબીઓનું આલ્બમ લઈ દાદર ચડતી હતી ત્યાં બારણું ઉઘડ્યું અને ભૂજંગલાલ ઉપર તરલાની નજર પડી. ભૂજંગલાલને જોતાં જ ભય અને આનંદની લાગણી તરલાના હૃદયમાં થઈ. ભૂજંગલાલ સામે જ ઉભો હતો. ગજવામાં કાંઈ ખોળતો હતે. તરલા અને ભૂજંગલાલની આંખ મળી. તરલા અને ભૂજંગલીલ બન્ને એકબીજાને બોલાવવા ઉત્સુક હતાં પણ બેમાંથી એક્કેને બોલવાની હિમત જ રહી નહી. એમની જીભ જ ઉપડી નહી. તરલા બોલવા જતી હતી ત્યાં ઉપરથી ભૂજંગલાલને વસન્તલાલે બૂમ પાડી. ભૂજંગલાલ ઉપર જતાં ખંચકાતો હતો. તરલા આલ્બમ લઈ એમને એમ નીચે ઉતરી અને ભૂજંગલાલ ઉપર ગયો. આવતી કાલે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના માનમાં પાર્ટી થવાની હતી તેનો વખત કહેવા આવ્યો હતો. એટલું કહી ચાલ્યો ગયો. અને તરલા ભૂજંગલાલ હજી ઉપર જ હશે એમ માની આલ્બમ મૂકી ઉપર આવી જુવે છે તો ભૂજંગલાલ ન મળે. વસન્તલાલથી બોલાયા વિના ન રહેવાયું. 'ભૂજંગલાલ તે કેવો માણસ! બે મીનીટ બેસવા કહ્યું તે પણ નહીં. કેવો શરમાળ !'

લીલા શરમાઈ. પોતે અહીં છે ને મુરબ્બીની વચ્ચે ભૂજંગલાલ ન આવે એ સ્વાભાવિક છે એમ લાગ્યું. 'એના આવવાનું કારણ પણ હું જ. ઘેર ગયા હશે ને મ્હને ઘરમાં ન દેખી મ્હારી શોધમાં