પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હ 'અ ક ત્રીજો सत्यमेवेश्वरो लोके सत्ये धर्मः सदाश्रितः । सत्यमूलानि सर्वाणि सत्यान्नास्ति परं पदम् ॥ વળી મહાભારત કહે છે કે : न जातुकामान्न भयान्न लोभाद्धर्म त्यजेज्जीवितस्याऽपि हेतोः ॥x આ રીતે શાસ્ત્રી સત્યને જ વફાદાર રહેવાની અને ધર્મને જ પાળવાની સ્પષ્ટ આજ્ઞા કરે છે. પણ આવાં કોઈ શાસ્ત્રવચન ન હોય, અથવા એથી વિરોધી વચનોયે બતાવી શકાતાં હોય, તાચે મારાથી કોઈ પણ માનવીએ કરેલી આજ્ઞાને વગર વિચાર્યું ઉઠાવવાના સોગંદ લઈ શકાય. જ નહિ; કારણકે પરમેશ્વરના ભક્ત તરીકે પરમેશ્વરની ઈરછાએ અને આજ્ઞાઓને અનુસરવાનો મારો પ્રથમ ધર્મ છે, અને માનવી આજ્ઞાઓ ઘણી વાર ઈશ્વરી આજ્ઞાઓથી વિરેાધી હોય છે.' તેનાપતિ : એને દલીલ જ કરવી છે ! મારું ચાલે તે એક ઘડી આવું ન ચાલવા દઉં. | મંત્રી : (વાચન ચાલુ ) “ સરકારનું નામ ધારણ કરી બેઠેલા માણસની આજ્ઞાઓ ઉઠાવવા હું ઇનકાર કરું છું, કારણ કે..., સેગંદ ખાવા નહિ, પણ હા તો હા, અને ના તો ના કહેવી, જેથી તમે માયામાં ફસા નહિ.” પણ આવા કોઈ...

  • સત્ય એ જ જગતમાં ઈશ્વર છે, ધમ હમેશાં સત્યને જ આશરે રહે છે. સત્યથી કોઈ બીજી પરમ પદ નથી, પદાર્થ માત્રનું મૂળ સત્ય છે.
  • મનુષ્ય કામથી, ભચથી, લોભથી કે જીવનરક્ષાની ઇચ્છાથીયે કદી ધમનો ત્યાગ કરવો નહિ.