પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? દિવસ રાજકુમારીનો હાર ગયો અને ટીડા જોષીને રાજ્યમાંથી તેડું આવ્યું. ટીડાનો તો શ્વાસ જ ઉડી ગયો, અને રાજાના કિંકર એને યમદૂત જેવા લાગ્યા, પણ હવે કાંઈ ઉપાય નહોતો. કિંકર સંઘાતે રાજા પાસે ગયો અને યથાપૂર્વ આવતી કાલ્યનું પગથિયું મૂકીને ઘરે પાછો આવવાનું કરે છે ત્યાં તો રાજાએ એને પોતા સાથે જમવા અને ત્યાં જ સુઈ રેવાનું નિમંત્રણ કર્યું. બત્રીસ જાતનાં ભોજન અને તેત્રીસ જાતનાં શક-વિધવિધ પક્વાન્ન થાળમાં ધર્યાં હતાં પણ ટીડાને કાંઈ ભાવ્યું નહિ. રાત્રિયે નિદ્રા તો શેની જ આવે ? 'નીદ૨ડી આવ્ય ને, નીદરડી આવ્ય ને.' એમ જાપ કર્યો તે વ્યર્થ ગયો. પરંતુ બન્યું એમ કે હાર નીદરડી નામની ગોલીયે ચોરેલ અને તે દાસી એટલામાં જ સુતી હતી. એણે જોષીનો જાપ સાંભળ્યો. ને જોષી તો નિદ્રાનું આવાહન- આરાધન કરતો હતો પણ દાસીયે ગભરાઈને જાણ્યું આ મને બોલાવે છે ને મારો અપરાધ જાણી ગયા છે. ઝપાટાબંધ જોષી પાસે ગઈ, ને કહ્યું, 'મહારાજ, ક્ષમા કરો. હાર ઊગમણા બારના ઓરડામાં ડામચિયાના ગોદડા વચ્ચે પડયો છે. પણ આ રંક દાસી ઉપર દયા રાખજો ને નામ લેજો મા. ટીડો દાસીને નિર્ભય કરીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને, કોઈ દિવસ નહિ ને આજ ઊના પાણીયે સ્નાન કર્યું ને સજ્જ થઈ રાજા પાસે જઈ એના પ્રશ્નનું સમાધાન કર્યું. રાજા પ્રસન્ન થયો ને ટીડાની વહુને થાળ ભરીને કનકકુસુમનો કરિયાવર કર્યો. ૮૯ ટીડાનું ધૈર્ય હવે ખુટયું : સાસરે જઈ સાસરિયાંની તાણ્યનો અનાદર કરી વહુને તૈયાર થાવા કહ્યું. પણ જેવો તે વિદાય થાવાનું કહે છે ત્યાં વળી રાજાનું તેડું આવ્યું. ટીડો આવ્યો એટલે રાજાએ એને બંધ મૂઠિ દેખાડી અને પૂછ્યું, 'આમાં શું છે ?' ટીડો બોલ્યો :-