પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૯૫
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી ઉઘાડી દઈ તેણે વડાં તળવા માંડયાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા માંડયું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ મા મને વડું ? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડયું, તો બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં સાચી વાત કહી દીધી. ૯૫ બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢયો. બીજે દહાડે તે બધી છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો. આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય. મા ! મને છમ વડું.* (કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય. એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : "આજ તો વડાં ખાવાનું મન થયું છે."

  • ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા