પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૯૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વાર્તા ભાષાની દૃષ્ટિએ કેવી છે, વસ્તુની દૃષ્ટિએ કેવી છે, ને રચનાની દૃષ્ટિએ કેવી છે, તે આપણે કાળજીપૂર્વક જોઈ લેવું જોઈએ. એ જુદી જુદી પ્ટિઓથી તપાસતી વખતે આપણી સમક્ષ મોઢે કહેવાની વાર્તાની ભાષાનો, તેની રચનાનો અને આર્દશનો પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. આ મુખ્ય બાબત છે. સાદી ભાષાની વ્યાખ્યા તો આપી શકાય જ નહિ, પણ સાદી ભાષાથી આપણે શું સમજીએ છીએ તે વર્ણનથી જણાવી શકીએ. સાદી ભાષા એટલે પહેલાં તો અતિ અલંકાર વિનાની, રૂપકો વિનાની, અને વક્રોક્તિ વિનાની ભાષા. સાદી ભાષા તે કહેવાય કે જે સ્વાભાવિકપણે કહેનારના મોઢામાંથી સર્યે જાય અને સાંભળનારના કાનમાં સમાઈ જાય. સાદી ભાષા એનું નામ કે જેની શબ્દપરંપરા એક જ મેળની હોય, એટલે કે જેમાં ન હોય ઘડીકમાં અઘરા શબ્દોનો ઝૂમખો કે ન આવે ઘડીકમાં સાવ ગામડિયા શબ્દોનો થોકડો. સાદી ભાષાનો અર્થ એવો કરાય કે જેને સમજતાં વાર ન લાગે, જે સાંભળનારની બુદ્ધિશક્તિને અનુસરતી હોય ને જે સાંભળનારમાં વાર્તાનો રસ બરાબર જમાવી શકતી હોય. મેં ઘણી વાર જોયું છે કે વાર્તા સાદી ભાષામાં કહેતા આવડવાની ખામીને લીધે જ તેનું કથન નિષ્ફળ જાય છે. કેટલાએક એવા માણસો જોયા છે જે સાદી ભાષા વાપરી જ શકે નહિ. તેઓ ભાષાના એવા ઊંચા શિખર પર રહે છે કે ભાષાની સપાટી પર આવવું તેમને અત્યંત આકરું પડે છે. લોકભાષા સ્વાભાવિકપણે સાદી જ છે. જો આપણને લોકભાષાનો બરાબર પરિચય હોય તો તે વાર્તા માટે સાદી ભાષાની શોધમાં જવું ન પડે. શહેરની સ્ત્રી જેમ જેમ ચીપી ચીપીને બોલતી જાય છે તેમ તેમ તેને જે કહેવાનું છે તે આપણને ઓછું સમજાતું જાય છે. પણ ૯૮