પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ તો એ વાત ખાસ અગત્યની છે. મોઢેથી કહેવાની વાર્તાનો ઉદ્દેશ માણસને વાર્તા કહીને આનંદ આપવાનો છે. આ આનંદ વાર્તામાં એકાદ સ્થળે રહેલ ભાવની પરકાષ્ટામાં છુપાયેલો છે. યથાક્રમે યથાગતિએ ભાવના દ્વારા ઉચ્ચ શિખર સુધી માણસને લઈ જઈ ભાવની મૂર્તિની ત્વરિત ઝાંખી કરાવી તેનાથી ઊપજેલો આનંદ તેનામાં ભરી દઈ પુનઃ માણસને ક્રમે ક્રમે અને યોગ્ય ગતિએ ભાવને શિખરેથી ઉતારી પોતાને રસ્તે જતો કરવાનો ઉદ્દેશ વાર્તાકથનનો છે. જો વાર્તાનો ભાવ એકવાર પણ માણસને તીર જેમ લાગી ન જાય અને માણસ ઘાયલ થઈને ન પડે તો વાર્તા કહેવાનો અર્થ શો ? ૧૦૨ પણ સાંભળનારને આમ ઘાયલ કરવાની શક્તિ વાર્તાની વસ્તુસંકલનામાં છે. આખી વાર્તાના મંકોડા એટલા તો સપ્રમાણ અને એવી સરસ રીતે એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ કે વાર્તા એની મેળે સાઈકલની સાંકળ જેમ ફર્યે જાય. પ્રત્યેક વાર્તામાં એકાદ પ્રધાન રસ હોય છે, પ્રત્યેક વાર્તામાં એકાદ પાત્રની વિશેષતા હોય છે, પ્રત્યેક વાર્તામાં એકાદ ખાસ હેતુ પાર પાડવાનો હોય છે. જે જે બાબતો આ મૂળ વસ્તુઓને આડે આવે છે તે તે બાબતો વાર્તાના વેગને નબળો પાડે છે, વાર્તાના રસમાં ભંગ કરે છે, વાર્તાના પાત્રને ઝાંખું બનાવે છે ને વાર્તાનો ઉદ્દેશ પાર પાડવા દેતી નથી. દરેક વાર્તામાં એકાદ પ્રસ્થાનસ્થાન હોય છે, દરેક વાર્તાને એકાદ નિશાન પાડવાનું હોય છે ને દરેક વાર્તાનો પ્રસ્થાન અને નિશાન વચ્ચે ચોક્કસ માર્ગ આંકેલો હોય છે. મર્યાદા બહારની, પ્રસ્થાન વિનાની ને નિશાન વિનાની વાર્તાનો ગોળી- બાર નકામો જાય છે. જે વાર્તાની શરૂઆત અને અંત નિશ્ચિત નથી, જે વાર્તાનો આત્મા કયાં છે તે જણાતું નથી,