પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ આખ્યાયિકાઓ તેમને એકાએક ટૂંકી ને ટચ ને તેથી સાવ નીરસ લાગેલી. ૧૧૦ જરૂર પડે ત્યાં આપણે ટૂંકી વાર્તાને લાંબી વાર્તા બનાવી દેવાની કળા શીખી લેવી જોઈએ. જે માણસમાં કલ્પનાશક્તિનું પરિબળ હોય છે તે માણસ આ કામ સુંદર રીતે કરી શકે છે. ટૂંકી વાર્તાનાં કાં કાં અંગો ને ઉપાંગોને કેવી રીતે વિકસાવવાથી વાર્તા સળંગ રહેવા છતાં લાંબી થાય તેની સમજણ કલ્પનાના બળમાંથી આવે છે. ટૂંકી વાર્તાની પંક્તિઓ વચ્ચે કઈ પંક્તિઓ રહેલી છે કે જે મૂળ પંક્તિઓને શોભારૂપ છે ને જેના ગુપ્ત છતાં સબળ આધારને લઈ મૂળ પંક્તિઓ બળવાન છે. તે શોધી કાઢવાનું કામ કલ્પનાશક્તિનું છે. મૂળે તો વાર્તા કહેનારમાં જ કલ્પનાશક્તિનું જોર હોવું જોઈએ. પણ તેથીય વધારે જોર તો આ કામ કરનાર વ્યક્તિમાં અવશ્ય હોવું જોઈએ. વાર્તાની કલાને જે સમજી શકે છે, વાર્તાની વસ્તુસંકલના જે પી જઈ શકે છે, વાર્તાનો આત્મા જેના હાથમાં ભૂતની ચોટલી જેમ રહે છે તે જ માણસ વાર્તામાં સાચા રંગો પૂરી શકે છે. બીજી રીતે બોલીએ તો જેમ એક રૂપચિત્રકાર રેખાલેખન ઉપરથી આખું ચિત્ર સુટિત રંગો પૂરીને ઉપજાવી શકે છે તેમ જ ટૂંકી વાર્તાના રેખાલેખનને રંગોની મીલાવટથી ભરી દઈ યોગ્ય વિસ્તારવાળી કરવાનું કામ વાર્તાચિત્રકારનું છે. ટૂંકી વાર્તાને લાંબી બનાવ્યાનું એક દષ્ટાંત અહીં આપું છું. દયાળુ ડોશી* (ટૂંકી વાર્તાનો નમૂનો) વરસાદ વરસતો હતો. મધરાત થઈ હતી.

  • મોટીબહેન. પ્રકાશન :- નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.