પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૨૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ઊડવાની મને ઘણી હોંશ થાય છે, પણ શું કરું ? મારે પાંખો નથી. આ હાથ ને આ પગ કરતાં મને પાંખો આપી હોત તો હું કેટલી બધી સુખી થઈ જાત ! અને આ તારાં રંગબેરંગી ને સુંદર પીંછાં મને બહુ જ ગમે છે. મારા આ સોનેરી વાળના ગુચ્છા એની આગળ કશા ય હિસાબમાં નથી.” ૧૨૯ બુલબુલ કહે : "પણ બેન ! એમાં આટલી બધી દિલગીર શા માટે થાય છે ? અમે પક્ષી એટલે અમને પાંખો હોય જ ના? સુંદર પીંછાં તો અમારી શોભા છે. પરમેશ્વરે અમને પક્ષી બનાવીને આટલું એક સુંદર ગળું ન આપ્યું હોત તો અમારું દુઃખ કેટલું બધું વધી પડત તેનો ખ્યાલ તને કયાંથી આવે ?” કમળા કહે : "પણ ભાઈ ! મને તો પક્ષી થવું બહું ગમે છે. મારે તો આ માણસનું શરી૨ નથી જોઈતું. જે શરીરથી ઉડાય નહિ, જે ગળામાંથી બુલબુલ જેવું ગીત ન નીકળે ને જે ડિલે રંગબેરંગી પીંછાં ન હોય, તે શરીર તે કોને ગમે ?” બુલબુલ કહે : "ત્યારે શું તારે પક્ષી થવું છે ?" કમળા કહે : "હા ભાઈ ! એમ જ છે. પંખી થાઉ તો ચાંદા ને સૂરજ સુધી ઊડી ઊડીને જાઉ. આખું આકાશ તો આંખના પલકારામાં ફરી આવું. એકેએક તારાનું ઘર જોઈને પાછી વળું. મોટા મોટા પર્વતની ટોચે જઈને બેસું, ને ત્યાંથી ધરતીને નિહાળું. મોટી મોટી નદીઓ જમીન ઉપર દોડે ને હું પાણીના પ્રવાહ સાથે હવામાં દોડું. માછલાં નદીમાં નાહ્યા કરે તો હું હવામાં જ નાહ્યા કરું; ને ગીતો ગાવાની તો વાત જ શી કરું ! મારું ગળું દુઃખી જાય તોપણ હું તો ગાયા જ કરું. તું તો બાપુ ! રાતે જ ગાય છે; હું તો દિવસ ને રાત જંપીને બેસું જ નહિ. મારું દિલરુબા તો વાગ્યા જ કરે. ચાંદનીનું ગીત આખી રાત ગાઉ;