પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૨
 

૧૫૨ કુંવર ઢોલ ઢીબે અને રાજા તાળી ટીપે.’’ વાર્તાનું શાસ્ત્ર-૧ વાંચનારાઓ જોઈ શકશે કે અંગ્રેજી ભાષામાંથી વાર્તા ઉતારવાના કામ કરતાં સ્વદેશી ભાષામાંથી વાર્તા ઉતારવાનું કામ સહેલું છે. 'ડોશીમાની વાતો' માંની ઘણી વાતો બંગાળીમાંથી ઉતારેલી છે. એ પ્રયત્ન ઘણો ફતેહમંદ નીવડયો છે. હવે આ વિષય પૂરો કરું છું. અહીં એટલું જણાવવાની રજા લઉ છું કે જે જે ગ્રન્થોમાંથી અવતરણો લેવામાં આવેલા છે, તે તે ગ્રન્થોના લખનારા ઉપર કોઈપણ જાતનો અંગત આક્ષેપ કરવાનો કે કોઈ પણ જાતની સ્તુતિ કરવાનો આશય નથી; તેમ જ એ અવતરણો ઉપર જે કંઈ લખવામાં આવ્યું છે તે કોઈ પણ જાતની ટીકા કે સમાલોચનારૂપે લખવામાં આવ્યું નથી. મારા ઉક્ત પ્રકરણમાં એને વિષે મારે જે લખવું ઘટયું છે તે લખ્યું છે; અને તે શુદ્ધ ભાવે લખ્યું છે એમ મારું માનવું છે. એ બધા ગ્રન્થકારોની બાળકો માટેની સેવા ઓછી છે એમ કોઈથી કહેવાય એમ નથી. PA