પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વિચારપ્રસ્ફોટન એ ચિત્રનો કલાવિભાગ છે. સૂર, તાલ વગેરે સંગીતનો કારીગરી-વિભાગ છે પણ ગાન એ સંગીતનો કલાવિભાગ છે. એવી જ રીતે વાર્તામાં અમુક વિચારને, અમુક ભાગને આગળ ધરવો, એમાં શ્રોતાગણને તલ્લીન કરવો, એ કલાવિભાગ છે અને એ ભાવ-એ વિચાર સમતોલ રહે, એ પોતાના પૂર્ણ સ્વરૂપમાં અને યથાકાળે વિકસે એ માટેની આજુબાજુની તૈયારી એ કારીગરી-વિભાગ છે. કલા પ્રમુખ છે ને કારીગરી ગૌણ છે; છતાં કારીગરીની અવગણના કરવામાં જોખમ રહેલું છે કારણકે કારીગરીના દેહ દ્વારા કલાનો આત્મા આપણે દેખાડવાનો છે. વાર્તાના કથનમાં શબ્દોની પસંદગી, શબ્દોનું તોલન, શબ્દોની યથાર્થતા જેમ વાર્તાનો કારીગરી-વિભાગ છે તેમ જ કઈ વસ્તુને કઈ જગ્યાએ મૂકવી, કયા રસને કેટલો ખીલવવો, વિષયાન્તરનું સ્થાન કેટલું, વગેરે બાબતો કલાનો વિષય છે. જેમ કલાપૂર્ણ ચિત્ર સામાન્ય નજરમાં સુંદર લાગે છે છતાં તેમાં કારીગરીની ન્યૂતાધિકતા લાગે તો ચિત્રકારને તેમાં ઊણપ લાગે છે, તેમ વાર્તાકલા હોય તો વાર્તા સાંભળવી ગમે ખરી પણ કારીગરીની ન્યૂનાધિકતાને લીધે તેમાં કંઈક અધૂરું છે, કંઈક રહી ગયું છે, એમ વાર્તાના ભોક્તાને લાગ્યા વિના રહે જ નહિ. વાર્તા કહેનારે હંમેશાં વાર્તાને એવી રીતે કહેવી જોઈએ કે વાર્તાના મૂળ વિચારને વિકસાવવા માટે તેણે બીજી હકીકતો ઉપયોગ પૂરતી અને વખતસર વાપરવી જોઈએ. વિષયાન્તરો અથવા ગૌણ વસ્તુનો વિશેષ વિકાસ વાર્તાને બસૂરી બનાવી દે છે. ઘણા વાર્તાકારોને બધા રસો જમાવતાં આવડે છે તેથી એક જ વાર્તામાં તેઓ પ્રમુખ અને ગૌણપણે આવતા બધા રસોને જમાવવા લલચાઈ જાય છે. આથી વાર્તાનું શરીર બેડોળ બની જાય છે; તેનો જમણો હાથ પાતળો રહી જાય છે, જ્યારે ૧૫૬