પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૦
 

૧૬૦ વાર્તાનું શાસ્ત્ર-૧ વિચારને કેન્દ્રસ્થાને મૂકે છે, ને તે વિચારની આસપાસ પોતાનું ચિત્ર દોરે છે. પ્રત્યેક ચિત્ર પાછળ એક ભાવ એક કલ્પના પ્રમુખપણે હોય છે જ. એવી જ રીતે પ્રત્યેક વાર્તામાં એક પ્રમુખ વિચાર, એક ખાસ કલ્પનાની જમાવટ હોય છે. એ વિચાર - એ કલ્પના શોધી કાઢવામાં ખરી ખૂબી રહેલી છે. એ વિચાર હાથ લાગ્યા પછી આખી વાર્તા વાર્તાકારના હાથમાં એક રમકડું બની જાય છે, અથવા વાર્તાકારની દાસી બની રહે છે. = વાર્તા કહેનારે પોતાની વાર્તા બરાબર જાણવી જોઈએ. આ વાત ઉઘાડી રીતે સાચી છે છતાં તે જાણી લેવા જેવી છે. ઘણા વાર્તા કહેનારા અરધે રસ્તે વાર્તામાં અટકી પડે છે અને પછી શું થયું તેનો વિચાર કરવા બેસી જાય છે; કેટલાયે વાર્તા કહેનારાઓ શરૂઆતનું ભૂલી જઈ પાછળનું કહી નાખી પાછળથી શરૂઆતનું ભેળવી દે છે; ઘણાઓ નામનો ગોટાળો કરે છે; ઘણાઓ વાર્તાના બંધારણમાં કંઈ ને કંઈ ભૂલી જાય છે એટલે પાછળથી કંઈક જોડી કાઢી મેળ મેળવી દે છે; અને ઘણાઓ વાર્તા ભૂલી જવાથી અથવા ઘણી વાર્તાઓના એકીસાથે સ્મરણથી એક વાર્તામાં બીજી વાર્તા ઘુસાડી દઈ આગળ જતાં કોકડું ગૂંચવાઈ જવાથી મૂંઝાઈ જાય છે. આવાં કારણોને લીધે વાર્તાનું કથન એકદમ નીરસ થાય છે અને શ્રોતાજન વાર્તાના કહેનારમાં શ્રદ્ધા ખોઈ નાખી નિરુત્સાહી બની જાય છે. હરેક વાર્તા કહેનારે પોતાની વાર્તા જાણવી જ જોઈએ. પોતાની વાર્તા તેણે એટલે સુધી જાણી લેવી જોઈએ કે જાણે દરેક બનાવ પોતાના અનુભવનો જ હોય. વાર્તાનું ખોખું અને પ્રાણ તેના ધ્યાનમાં એટલી સુંદર રીતે હોવાં જોઈએ કે વાર્તા કહેનારને વાર્તા કહેતી વખતે વાર્તાનો, તેના બંધારણનો, તેની વાણીનો, અને તેમાં આવતા હાવભાવનો વિચાર સરખો પણ કરવો ન