પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ એકધારો હોવો જોઈએ. એક પણ આડીઅવળી વાત પર ચડી જવું ન જોઈએ; વાર્તાનાં પાત્રોના મનોભાવને જેટલો અવકાશ હોય તેટલા જ પ્રમાણમાં તેને વ્યક્ત કરવો જોઈએ. લાંબા વર્ણનો, બીજી બાબતોનાં દષ્ટાંતો વગેરેનો ત્યાગ કરવો જોઈએ. વાર્તાના શબ્દો એટલા બધા ચોક્કસ અને અર્થસૂચક વાપરવા જોઈએ કે તેનો અર્થ સમજાવવા ખોટી થવું ન પડે. તેમ વાર્તામાં એવું અર્થગાંભીર્ય ન આવી જવું જોઈએ કે તે સ્પષ્ટ કરવા વાર્તાના પ્રવાહને મંદ કરવો પડે. જ્યારે વાર્તામાં વિષયાન્તર થાય છે ત્યારે વાર્તાનો વેગ અટકી જાય છે, વહન સુકાઈ જાય છે અને સાંભળનારનો રસ ઊડી જાય છે. વાર્તાને ડાળીડાળાં વિનાના સીધા સોટા જેવા ફક્ત માથે પાંદડાંવાળા એક તાડના ઝાડ જેવી કલ્પી લેવી જોઈએ. તેના કથન વખતે સાંભળનારને પ્રશ્ન પુછાય નહિ, તેમ જ તેનું કોઈ પણ વખતે અનુમોદન પણ લેવાય નહિ. વળી વાર્તા છે. આડંબર વિના જ કહેવી જોઈએ. મોટા બરાડા પાડવાથી કે વધારે પડતા હાવભાવ કરવાથી વધારે સારી રીતે કહેવાતી નથી. ઊલટું જ્યાં મોટા બરાડા પાડવામાં આવે છે ત્યાં વાર્તા સંભળાતો ૪ નથી, અને જ્યાં વધારે પડતા હાવભાવ હોય છે ત્યાં વાર્તા હાવભાવમાં જ ડૂબી જાય છે. વાર્તા કહેનારે વાર્તાનાં પાત્રોનો બધોય સોંગ કરવાનો નથી પરંતુ જ્યાં શબ્દ કરતાં સોંગથી વાર્તાનો પ્રાણ વધારે બળથી દેખાડી શકાતો હોય ત્યાં સોંગ કરવો જ જોઈએ. કેટલીએક વાર તો જે વાત શબ્દથી કહી શકાતી નથી તે શરીરના હાવભાવથી આબાદ રીતે દેખાડી શકાય છે. આમ છતાં સોંગથી વાર્તા કહેનારે ચેતતા રહેવાનું છે. જેમ સોંગ હદ બહાર જાય તેમ વાર્તાની કળા કૃત્રિમ થાય ને વાર્તાનો હેતુ અફળ જાય. સોંગ પણ તે જ માણસો કરી શકે કે જેઓ તેના

૧૬૬