પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ અમારો આરબોનો, ખોજાનો ને સુતારોનો પાડોશ જ્યારે આંખને અને કાનને ભારેખમ જેવો લાગી જતો ત્યારે વાર્તાને સહેજે સ્થાન મળી જતું. ત્યારે અમે વાર્તાને ખોળે રાજી થઈને માથું મૂકતા ને સવાર વહેલી વહેલી પાડી દેતા. કોણ જાણે કયાંથી ય વાર્તાને અને રાત્રિને દોસ્તી થઈ હશે ! ૧૭૨ પણ આ હકીકતને અપવાદ છે ખરો. શ્રીમદ્ ભાગવતની વાર્તા સાત દિવસ સવારથી સાંજ સુધી ચાલે છે. શીતળામાતાની વાર્તા, વારની વાર્તાઓ અને એવી વ્રતની વાર્તાઓ ભોજન પહેલાં સાંભળવાનો મહિમા છે. નિશાળમાં પણ દિવસે જ વાર્તાઓ કહેવામાં આવે છે. અપવાદથી નિયમ સિદ્ધ થાય છે. એ નિયમને અનુસરીને કહી શકીએ કે વાર્તા કહેવા ને સાંભળવાનો સમય તો રાત્રિ જ છે. જ્યાં જ્યાં કૃત્રિમ બંધનો આડે આવે છે ત્યાં ત્યાં વાર્તાનો સમય ફરે છે, એ આપણે અપવાદો ઉપરથી જાણી શકીએ છીએ. શાળામાં વાર્તા કહેવાનો સમય હોય છે. શાળામાં વાર્તા કહેવી એ કૃત્રિમતા છે. તેમાં અમુક સમયે જ વાર્તા કહેવી એ વળી બીજી કૃત્રિમતા છે. જેમ કૃત્રિમતાનાં પડો વધારે ચડતાં જાય તેમ તેમ વાર્તારસને હાનિ પહોંચતી જાય. ભલે આપણે શાળામાં વાર્તાકથનને સ્થાન આપીએ ને તેથી તેનો સમય દિવસે જ અનિવાર્ય ગણીએ; પરંતુ અમુક વખતે જ વાર્તા કહેવાય અને બીજે વખતે ન કહેવાય એ જડતામાંથી મુક્ત રહીએ જ. વાર્તાનું કથન આનંદ માટે છે, અને આનંદ સમયપત્રકને અધીન નથી વર્તતો એ સમજવું મુશ્કેલ નથી. આથી જ શાળામાં વાર્તાના કથનને સમયપત્રકમાં જુદું સ્થાન ન હોવું જોઈએ; અર્થાત્ વાર્તાને આખા સમયપત્રકમાં સર્વત્ર સ્થાન હોવું જોઈએ. જ્યારે બાળકો