પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૫
 

વાર્તા કહેવાનો સમય શા માટે અમુક ઝાડનાં પાંદડાં પાનખર ઋતુમાં પણ ખરતાં નથી તેની વાર્તા અંગ્રેજી સાહિત્યમાં છે. એ વાર્તા સરસ છે. અંગ્રેજી સાહિત્યમાં ઋતુ પરત્વે ને ઋતુઓના ફેરફાર પરત્વે સુંદર વાતો છે. એક વાર્તા ધુમ્મસની છે તો બીજી વાર્તા સૂર્યકિરણોની છે તો વળી ત્રીજી વાર્તા ખરતાં પાંદડાંની છે. આ બધી વાર્તાઓને આપણે કુદરતી વાર્તાઓ તરીકે ઓળખીએ અને એને કહેવાનો સમય કુદરતના ફેરફારો સાથે જ રાખીએ. ૧૭૫ લજામણીની વાર્તા અને મને ભૂલશો નહિ’ એની વાર્તા અંગ્રેજીમાં છે. આપણે બાળકો સાથે ફરવા નીકળ્યાં હોઈએ અને એકાદ કુદરતી બનાવ આપણી નજરે પડે એટલે તેને લગતી એકાદ વાર્તા બાળકોને આનંદમગ્ન જરૂર જ કરે. એવી વાર્તાઓનો સમય જ્યારે બાળકો વનમાં કે બાગમાં, દરિયાકિનારે કે નદીકિનારે, ડુંગરોમાં કે ખીણોમાં રખડતાં હોય ત્યારે જ આવી લાગે છે. એ વખત ચૂકનાર શિક્ષક વાર્તાને ચૂકયો છે એમ સમજવું. નાનામોટા પ્રવાસોમાં આવી વાર્તાઓ કહેવાનો સમય અનેક વખત હાથ લાગી જાય છે. કૌચાના ઝાડને જોઈને મિયાં અને હિંદુની વાર્તા સહેજે કહેવાય જાય. એકાદ માધાવાવ કે રાણકદેવીની દેરી જોઈને બે ઐતિહાસિક દંતકથાઓ સારો શિક્ષક જરૂર જ કહે. દરિયાકિનારે ફરતાં ફરતાં 'વોટર બેબીઝ' નામના પુસ્તકમાં લખેલી વાર્તાઓ જેવી કે એની જ વાર્તાઓ આપણે કહી શકીએ. કલ્પિત વાર્તાનો પ્રદેશ છોડીને આપણે વિજ્ઞાનની વાતો લઈએ એટલે તો આવાં પર્યટનો વાર્તાઓથી છલકી ઊઠે. રસ્તામાં એકાદ સુગૃહીનો માળો જોયો તો સૂધરી અને વાંદરાની વાત તો જરૂર ચાલે; પણ તેથી આગળ વધીને આવી જાતનાં ઘર બનાવનારાં પક્ષીઓની વાતો પણ ચાલે, ખિસકોલાં અને ઊધઈનાં ઘરો