પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ રાંકાવાંકા વાણિયાની વાતો, થાન પાસેના વનમાં બાંડિયાબેલીની વાત, વળાની જાળોમાં મામાની વાત દૂણાના તેલમાં સાહસિક વેપારીની વાત તે તે સ્થાનનો મહિમા વર્ણવે છે, સ્થાનનો ઈતિહાસ અને સ્થાનની કીર્તિ ગાય છે. આવી સ્થાનબદ્ધ કથાઓ સાંભળવાનો સમય ચોવીશે કલાકનો છે. ૧૮૨ કેટલીએક વાર્તાઓ વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય છે. એટલે કે કેટલાએક વાર્તા કહેનારાઓ અમુક જાતની વાર્તાઓ કહેવામાં કુશળ હોય છે. તેઓ ધંધાદારી તરીકે વાર્તા કહેતા નથી. વાર્તા કહેવાનો એમનો શોખ એ જ એમનો વ્યવસાય હોય છે. જેમ કેટલાએક એવા ઉસ્તાદો હોય છે કે જેઓ પોતાની લહેરમાં આવે ત્યારે જ ગાય-બજાવે છે, ને મોજ ન હોય તો મોટા મહારાજાની પણ તમા રાખતા નથી, તેમ જ કેટલાએક વાર્તા કહેનારાઓનું છે. જો રંગે ચડયા તો ચડયા; પછી વાર્તા સાંભળનારા કદાચ થાકે પણ પોતે ન જ થાકે. આવા શોખીનોની વાર્તાનો સમય એટલે તેમની ધૂનનો વખત. એ ધૂનની આપણે રાહ પણ જોવી પડે. આવી ધૂનની વાર્તા ઓહો હોય છે એમાં તો શક જ નથી; પણ એ ધૂનીઓ સહેલાઈથી હાથમાં નથી આવતા એટલું જ ખરાબ છે. કેટલાએક લોકો એવા હોય છે કે અમુક રંગમાં હોય ત્યારે જ એમની પાસે વાર્તાનું કથન જામે. વાર્તા ગમે તેવી હોય તેની ચિંતા નહિ, પણ એકવાર બાપુએ લહેરે જવું જોઈએ. અફીણની લહેરમાં બાપુઓ જે વાર્તાઓ સાંભળે છે અને જે તેમને કહેવામાં આવે છે એ વાર્તાઓનો સંગ્રહ વાર્તાની એક નવી દુનિયા બનાવે. 'ઈ રોજી ઘોડીની વાત.' કોઈ દી ખૂટે જ નહિ ! બાપુઓના આવા ડાયરાઓની વાત કાંઈ થોડી નથી. એ વાતો પછી ડાયરામાં જ ચાલે; એમાં જ એની ખરી ખૂબી છે. બાપુની વાતોને