પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૪
 

||||||| પ્રકરણ સાતમું વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ વાર્તાકથનના ઘણા ઉદ્દેશો છે. એમાંનો એક ઉદ્દેશ વાર્તાના કથન દ્વારા વિદ્યાર્થીઓને શાળાઓમાં ચાલતા અને અન્ય ઉપયોગી વિષયોનું શિક્ષણ આપવાનો છે. આજે વિષયોના શિક્ષણ માટે શિક્ષણની ભિન્ન ભિન્ન પદ્ધતિઓની યોજના થઈ છે. ઈતિહાસ અને ભૂગોળ કેન્દ્રાનુસારી પદ્ધતિએ શીખવવાં સહેલાં ગણાય છે. ભાષાશિક્ષણમાં પરિચય અથવા પ્રત્યક્ષ પદ્ધતિનો મહિમા ગવાય છે. વિજ્ઞાન જેવા વિષયોમાં સ્વાનુભવ પદ્ધતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને બધે ઠેકાણે વ્યાખ્યાનપદ્ધતિ કરતાં પ્રશ્નોત્તરપદ્ધતિનું સ્થાન ઊંચું આંકવામાં આવ્યું છે. આ બધી પદ્ધતિઓમાં આપણે એક નવી પદ્ધતિ ઉમેરી શકીએ, અથવા તો એક જૂનીપુરાણી અને પુરાતન કાળની એકની એક જ પદ્ધતિને આપણે પાછી તાજી કરી શકીએ. આ પદ્ધતિને 'વાર્તાકથનપદ્ધતિ' એવું નામ આપી શકાય. ચારે ધામ કરી આવેલી ડોશી વાર્તાકથન દ્વારા પોતાના ગામનાં નાનાં બાળકોથી માંડી ડોસાંડગરાં સુદ્ધાંને ભૂગોળનું જ્ઞાન આપતી. ડોશી પ્રાંતો અને તેનાં મુખ્ય મુખ્ય શહેરોની નામાવલિ