પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૯
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ ભીમ જેવા મોટા હિમાલયની કથા છે ને ભીમના એકાદ સાધારણ સારથિ જેવા ક્ષુદ્ર મામણમૂંડાની પણ કથા છે. પક્ષીઓ પોતાની ઉત્પત્તિની એક મહાકથા કહી રહ્યાં છે; પશુઓ પોતાની ઓલાદના ઈતિહાસની એક અજબ કાદંબરી સંભળાવી રહ્યાં છે; ફૂલો ને ઝાડો પોતાના વૃત્તાંત પોતાના ચહેરા પર લખીને આપણે રસ્તે જ સામે ઊભેલા છે. આપણે વનસ્પતિશાસત્રમાં વાર્તાઓ લાવી શકીએ ને પ્રાણીવિદ્યાના અભ્યાસમાં પણ વાર્તાઓ લાવી શકીએ. સસલાંઓ આટલી બધી જાતનાં કયાંથી થયાં એ વાર્તા સાત સમુદ્રની પેલે પારથી અમૃત લાવવાની વાર્તા કરતાં ઓછી ભવ્ય નથી. આ બધાં જાત જાતનાં અને રંગબેરંગી કબૂતરોનો વડવો એક જંગલી કબૂતર કેવી રીતે હતું અને આપણા બધાનો વડવો એક વાનર કેવી રીતે હતો, એની લાંબી લાંબી કથામાં કાંઈ ઓછી ચમત્કૃતિ કે કાંઈ ઓછી અદ્ભુતતા નથી. આપણે આવા બધા વિષયો આવી વાર્તાઓ દ્વારા શીખવી શકીએ. આપણી ઘણી હકીકતોને વાર્તામાં ગૂંથી દઈને વિષયોને ખૂબ ખૂબ રસિક કરી શકીએ. આપણે સાહિત્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ ઉત્પન્ન કરવી હોય તો જે વાર્તાઓ સાહિત્યની દષ્ટિથી પૂર્ણ છે તે તેમને કહી સંભળાવીએ. વાર્તાઓ સ્વતઃ જ સાહિત્ય હોય એ એક પ્રકારની સામગ્રી છે, જ્યારે સાહિત્યની દષ્ટિને પોષે એવી હકીકતો વાર્તારૂપે ગોઠવવી ને વાપરવી એ બીજા પ્રકારની સામગ્રી છે. સાહિત્યકારોનાં ચરિત્રોમાંથી સુંદર પ્રસંગોને વાર્તામાં ગૂંથવામાં ઓછી મજા નથી. સાહિત્યકારોની વિચિત્રતાઓ નાની નાની વાર્તારૂપે વિદ્યાર્થીઓ પાસે મૂકવામાં સાહિત્યના અભ્યાસને પોષણ મળે જ છે. એકાદ ગ્રંથની ઉત્પત્તિનો ઈતિહાસ કે કોઈ ૧૮૯