પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ દરિયા તરી ગયો, કેટલા યે ડુંગરા ઓળંગી ગયો, પણ આકાશ તો સામેનું સામે ને દૂરનું દૂર જ ! એમ કરતાં કરતાં એક દિવસ તે પોતાને ગામ આવી પહોંચ્યો. પોતાનું જ ઘર ને પોતાનો જ દરિયાકાંઠો ! તેને થયું કે આ તે આમ કેમ બન્યું હશે ? પછી થઈ શોધ કે પૃથ્વી ગોળ છે.” આવી ઘણી વાર્તાઓ ગોઠવી દેવાય. જેમાં વિષયનું સત્ય હોય ને બીજી હકીકતો બનાવટી કે કલ્પિત હોય એવી વાર્તાઓ જોડી પણ કઢાય. ભૂગોળના વિષયને લગતી એક વાર્તા કાકાસાહેબે બનાવી છે. મજેની વાર્તાની વાર્તા ને ભૂગોળનું જ્ઞાન. 'અમે જ્યારે નાના હતા ત્યારે' એમ કહીને કેટલી યે વાર્તાઓ જાત જાતના વિષયો ઉપર કહી શકાય. ટૂંકું આયુષ્ય અને લાંબા આયુષ્યવાળાં ઝાડો માટે અભિમાની ભીંડા એ ગંભીર વડની પ્રચલિત વાર્તા કહી શકાય. આવળના ઉપયોગ માટે, "આવળને એકવાર પોતાનાં ફૂલોનું અભિમાન થયું તેથી પરમેશ્વરે તેને ચમારકુંડમાં બોળી.” એ વાર્તા કહી શકાય. મને વિજ્ઞાનનું જ્ઞાન થોડું તેથી મારે તો વાર્તા જોડી કાઢવી પડતી. પાટલા'ની વાર્તા કહીને જંગલની અંદરનાં મોટાં ઝાડો, તે કાપવાનું કામ ને તેનાં લાકડાં નદીમાં તરતાં મૂકે તે હકીકત કહેતો અને સુંદર રસિક વાર્તા બનાવતો. કોઈ વાર ઈંટની તો કોઈ વાર પથ્થરની વાર્તા કહેતો અને તે કેમ બને છે તેની માહિતી રસપૂર્વક આપતો. આપણામાં તો એવી વાર્તાઓના સંગ્રહો નથી, પણ અંગ્રેજીમાં એવાં સંગ્રહો જથ્થાબંધ છે. એવા સાહિત્યની તો એક જુદી અને વિસ્તૃત યાદી બનાવવાની જરૂર છે. પ્રજનનશાસ્ત્રની માહિતી આપવા માટે આપણે વાર્તાઓ કહી શકીએ. કલ્પિત વાર્તાઓમાં પણ આ વિષયની વસ્તુ છે. નાગપાંચમમાં, કુમારસંભવની વાર્તામાં અને એવી બીજી ૧૯૬