પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૦
 

વિવાર્તાનું શાસ્ત્ર-૨ તેઓ નીતિશિક્ષણ માટે વાર્તા વાપરે છે. માબાપો જ્યારે પોતાના જીવનની સુવાસ આપી શકતાં નથી ત્યારે તેઓ કલ્પિત અથવા ઐતિહાસિક જીવનની કથાઓથી તેનો બદલો વાળવા મથે છે. પ્રસંગે પ્રસંગે નીતિની વાર્તાથી તૈયાર રહેનાર પિતા મોટો વિદ્વાન અને નીતિશાસ્ત્રી આટલા જ કારણથી પ્રાકૃત લોકોમાં મનાય છે. સાચું બોલવામાં જે બળ છે, જે સુંદરતા છે, જે ચમત્કાર છે, તે બળ, તે સુંદરતા, તે ચમત્કાર સત્યનિષ્ટ માણસની કોઈ કલ્પિત વાર્તામાં નથી. હું મારા મામાને ત્યાં અભ્યાસ કરતો હતો. મારા મામા સ્ટેશન માસ્તર હતા. તેઓ જ્યારે સંધ્યાદિ નિત્યકર્મમાં બેઠા હોય ત્યારે મહારાજા ભાવસિંહજીને પણ રાહ જોવી પડતી. તેઓએ કદી પણ સંધ્યા ઉતાવળથી પતાવેલી નહિ. એ નિર્ભયતા, એ દઢતાએ મારા પર જે છાપ પાડી તેવી છાપ કોઈ નીતિની વાર્તાએ નથી પાડી. એમના જીવનમાંથી જે સત્ય વહેતું હતું તે મને વધારે ગમતું હતું. તેમની સંધ્યા તેમનો હંમેશનો વ્યાયામ હતો; તેમનું નિર્ભયપણું તેમના આત્માનો પરિમલ હતો. તેમના વ્યાયામે તો મારા પર અસર ન કરી, પણ તેનો પરિમલ તો સહેજે મારામાં પેસી ગયો છે. ૨૨૦ મારા એક મિત્ર છે. એમને નીતિશિક્ષણનો ભારે શોખ છે. તેઓ નીતિશિક્ષણનો કશો ય અર્થ સમજતા નથી એવું મારું ચોક્કસ માનવું છે. પણ તેઓ એક વાત સમજે છે અને તે શિષ્ટાચાર. તેઓ જ્યારે ને ત્યારે પોતાનાં બાળકોને તેમની કંઈ ભૂલ થાય કે તેમનામાં ઊણપ દેખાય તો તેમને એકાદ ઉપદેશવાકય કે ઉપદેશકથા સંભળાવવા લાગી જાય છે. તેઓ તેમની પાસે એવા જ વાચનની હિમાયત કરે છે ને એવું જ વાચન મૂકે છે કે જેમાં ઉપદેશ ભરેલો હોય. બાળક ઉપર આવી ક્રિયાઓ કરવાથી