પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૧
 

લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ ફેરફાર કરવા કે જેથી જૂની વાર્તાઓ જૂના લોકોને જેટલી ઉપયોગી થતી હતી તેટલી જ આજની વાર્તા આપણને ઉપયોગી થાય, તેનો વિચાર આપણે નિરંતર કરવો જોઈએ. આ સવાલ વાર્તાની રચના અને કથનના દૃષ્ટિબિંદુનો છે. વિષયવાસનાને ઉત્તેજિત કરનારી વાર્તાઓને આપણે કુટુંબસ્નેહ પ્રેરીત વાર્તાઓ બનાવી દઈએ; ચતુરાઈની મજા આપનારી વાર્તાઓની આપણે દયા ખાઈએ એવી રીતે તેને કહીએ; ભય ભરેલી વાર્તાઓને આપણે નિર્ભયતા મેળવવા માટે વાપરીએ અને વહેમી વાર્તાઓમાંથી આપણે વિજ્ઞાન દેખાડી દઈએ. ૨૪૧ વાર્તાઓ માત્ર ખોટી છે એવા અસત્યાશ્રયને કારણે આપણે વાર્તાઓનો ત્યાગ ન કરીએ. પણ ઉપર જોઈ ગયા તેમ ખોટી વાર્તાઓ સાંભળવાથી આપણે ખોટા કેમ થતા નથી અથવા કેમ ન થઈએ તેનો વિવેક કેળવીએ. ખરી રીતે રામાયણ ને મહાભારત લોકવાર્તાઓ છે, અને એવા પવિત્ર ગ્રંથો જૂઠા છે અથવા કલ્પિત છે માટે આપણે એ સાંભળવાથી અસત્યાશ્રયી બની જઈએ એમ આપણે ગળે ન ઊતરે, ત્યાં સુધી કોઈ પણ વાર્તા આપણને ખોટી હોવાથી અસત્યાશ્રયી બનાવી શકતી નથી. બેશક, કહેવાનો એવો આશય નથી કે આપણે આ કલ્પિત વાર્તાઓને જ વળગી રહેવું જોઈએ અને વાસ્તવિક વાર્તાઓને અવકાશ આપવામાં અનુદાર થવું જોઈએ. છતાં ઘણા એમ માને છે કે આપણે કલ્પિત વાર્તાઓનો ત્યાગ જ કરવો જોઈએ. આપણી આસપાસ જે કુદરતની અદ્ભુત કૃતિ છે તેની અનેક ચમત્કારપૂર્ણ વાર્તાઓ છે જ. તે છોડીને શા માટે કલ્પિત વાર્તાઓનો આશ્રય લઈએ ? બેશક કુદરતની ચમત્કૃતિની વાર્તા અતિ અદ્ભુત છે અને એ સાંભળતાં આબાલવૃદ્ધ