પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૩
 

લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ ૨૪૩ બહાર પડયા છે. હજી પણ એવી ઘણી વહેમને નામે ચાલતી વાતો ભવિષ્યમાં સાવ સાચેસાચી થવાનો પૂરો સંભવ છે. પક્ષીઓની વાણી અને શુકન એ નર્યા વહેમોના નમૂના છે; પણ હજી વિજ્ઞાને નક્કી કરવાનું છે કે એમાં સત્ય કેટલું રહેલું છે. એક એ વસ્તુ ખ્યાલ બહાર જવી ન જોઈએ કે આપણે જેને શ્રદ્ધા કહીએ છીએ તેની એક બાજુએ વહેમ રહે છે અને બીજી બાજુએ નાસ્તિકતા રહે છે. નાસ્તિકતા તરફ જવા કરતાં વહેમ તરફ જવું એ વધારે સારું છે કે નહિ એ પ્રશ્ન વિચારવા જેવો છે. એટલું તો માનવું પડે છે કે ધર્મની દૃષ્ટિએ આપણે જેમને ગાંડિયા લેખીએ છીએ કે વહેમનાં પૂતળાં ગણીએ છીએ તેવાઓમાં જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્વા આજના જેને આપણે વહેમમાંથી મુક્ત થયેલા ગણીએ છીએ તેમનામાં નથી. વહેમ અને શ્રદ્ધાને કયાં જુદાં પાડવાં એ પ્રશ્ન જરા નાજુક છે. પણ એટલું તો ચોક્કસ છે કે જે કંઈ માની શકે છે, જેના સ્વભાવમાં થોડીએક પણ ભમી જવાની ટેવ છે, તેનામાં સાચી શ્રદ્ધા આવવાનો સંભવ છે. એકલો જડ વહેમી શ્રદ્ધાવાન બની શકતો નથી. આજના ધર્મમાંથી શ્રદ્ધા ઊડતી જાય છે તેનું કારણ તેના આચરણ કરવાવાળાઓ દિવસે દિવસે જડ વહેમી થતા જાય છે એ છે. લોકવાર્તાના શ્રવણથી માણસ ઘણી વહેમની બાબતો જાણે છે એ ખરું છે; પણ તેથી તે વહેમી જ થઈ જાય એમ માનવાને કારણ નથી. લોકવાર્તામાં આ બાબતમાં આમ મનાય છે એમ જો કહી દઈએ તો બાળકો વહેમમાંથી બચી જાય અને જતે દહાડે વહેમના તરફ વાંસો ફેરવી બેસવાને બદલે તેમાંથી રહસ્ય શોધવા નીકળી પડે. એવા રહસ્યશોધકોને પુરાતત્ત્વવેત્તાઓના નામથી ઓળખી શકીએ. અત્યાર સુધી એવો વહેમ હતો કે વિધવાઓના શુકને જવું એ અશુભકર્તા છે; સવારમાં ભંગીનું મોં જોવું એ કંઈક વિઘ્નની