પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ આ વાર્તાઓ કોણે કરી, કયારે કરી, કોણે કહી સંભળાવી, કોણે એનો પ્રચાર કર્યો એ ઈતિહાસનું પ્રકરણ હજી કોરું જ છે; અને જ્યાં સુધી વાર્તાઓ લોકોના જીવનમાં જીવંત છે ત્યાં સુધી તેનું ઐતિહાસિક પ્રકરણ કોરું જ રહેશે. એમ કહેવાય છે કે જ્યારે વસ્તુ મરી જાય, નિર્જીવ બને કે જીવનમાંથી ખસી જાય ત્યારે જ તેનો ઈતિહાસ બને, ત્યારે જ તે ઈતિહાસને ચોપડે જીવવા લાગે છતાં વાર્તાનું પિયર શોધવાનું રસિક કામ આપણે કોઈ કાળે પણ કરી શકીશું. કેટકેટલી વાર્તાઓએ દેશાંતર કર્યાં છે, કેટકેટલી વાર્તાઓએ ધર્માંતર કર્યાં છે, અને કેટકેટલી વાર્તાઓએ રૂપાંતર કર્યા છે તે શોધવામાં અપૂર્વ મજા રહેલી છે. જો વાર્તાની સાથે આપણે પણ ભટકતા મુસાફર બની જઈએ તો જે એક વાર્તા આપણને તિબેટમાં મળે તે જ વાર્તા મધ્ય આફ્રિકામાં દેખાવ દે; વળી એ જ વાર્તા બરફથી ખરડાયેલા શરીરે આપણને ધ્રુવમાં દર્શન આપે તો વળી અરબસ્તાનમાં ફરતા હોઈએ ત્યારે ત્યાંના ગરમ મુલકમાં બિલકુલ વસ્ત્ર વિનાની હોય તોપણ આપણે તેને ઓળખવાની ભૂલ ન કરીએ. કેટલીએક વાર્તાઓ વ્યવહારડાહ્યા માણસો જેમ દેશ તેવો વેશ રાખીને રહે છે, તો વળી કેટલીએક વાર્તાઓ એટલી સંકુચિત વૃત્તિવાળી હોય છે કે દુનિયા આખીમાં ભટકે પણ પોતાની હિંદુ શિખ કે મુસલમાની દાઢી કે ચીનનો ચોટલો છોડતી જ નથી. સ્વભાવવૈચિત્ર્ય અને રુચિભિન્નતા વાર્તાઓમાં પણ છે જ. કેટલીએક વાર્તાઓ વિશ્વબન્ધુત્વના સિદ્ધાંતની ઉપાસક હોય તેમ આખી દુનિયાને પોતાનું ઘર માને છે, અને જ્યાં સેવા કરવાની તક મળી જાય ત્યાં રહી જાય છે ને બીજાને સુખી કરીને સુખ માણે છે. કેટલીએક વાર્તાઓ પ્રેમને વશ થઈને જુદા જુદા દેશોમાં કાયમ વસી રહેલી છે; હવે તો તેઓ તે ૨૪૮