પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ બાપુઓનો ડાયરો જામ્યો હોય, અફીણ બરાબર આવ્યું હોય ને પછી ગઢવી વાર્તા લલકારે ત્યારે જ ખરી ખૂબી જણાય લોકવાર્તાની. પરવારી કરીને દાંતે બજર દેતાં ડોશીમા નાનાં નાનાં છોકરાંની ઘીંઘરને વાર્તા કહેતા હોય ત્યારે જ ખબર પડે બાળવાર્તાના અદ્ભુત જાદુની. લોકસાહિત્યની શોધમાં નીકળ્યા હો તો જાઓ કોઈ ઈશ્કઘાયલ સોન કે હલામણ પાસે અથવા ઊજળી ને જેઠવા પાસે. તમે કોઈ ભટકતા વિજાણંદ અને શેણી પાસેથી અથવા કોઈ આશાભંગ સોનકંસારી કે રખાપત બાબરિયા પાસેથી લોકસાહિત્યની આશા રાખી શકો. એકતારો કે ભરથરી લઈને ભીખ માગવા નીકળેલ કોઈ બાવો તમને લોકગીતનો સારો સંગ્રહ આપશે. કાચબાકાચબીનું ભજન કે 'વીજળી વેરણ થઈ’ એ ગીત તમને એમની પાસેથી જ સાંપડવાનાં. રઢિયાળી અજવાળી રાતે નવવધૂઓ અને વિરહિણીઓ વા૨ અને મહિનાઓ ગાઈ રહી હોય ત્યાં કાન માંડીને બેસો એટલે લોકગીતની ભૂખ ભાંગશે. અજવાળી રાતે ભાલનાં કે ઝાલાવાડનાં ગામડામાં કાલાં ફોલાતાં હોય કે મોટા વરાના ઘઉં વીણાતા હોય કે નદીકાંઠે શીતળા મા બેઠાં હોય કે ઘરની ભીંતે નાગ બાપજી કાઢયા હોય કે ગૌરીનાં વ્રતો કે પુરુષોત્તમ માસનાં વ્રતો આચરતાં હોય ત્યાં જઈને બેસો એટલે લોકવાર્તાના ઢગલેઢગલા મળશે. લોકસાહિત્યની કયાં ખોટ છે ? ચોરે ચોરે લોકસાહિત્યની લહાણી થાય છે; શેરીએ શેરીએ નાનાં બાળકો લોકસાહિત્ય વિના મૂલ્યે ફેલાવે છે; ઘરે ઘરે વૃદ્ધ માજી લોકસાહિત્યની છેલ્લી છેલ્લી પ્રસાદી આપતાં બેસે છે. ૨૫૨ લોકવાર્તા એ લોકસાહિત્યનું એક મોટું અંગ છે. સામાન્ય રીતે નીચેની બાબતો લોકસાહિત્યનાં અંગોમાં ગણી શકાય :-