પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૪
 

૨૫૪ વાર્તાનું શાસ્ત્ર-૨ (૧) પ્રાણીઓની વાતો આવી વાતોના સંગ્રહોમાં ઈસપનીતિ, કેટલેક અંશે જાતકમાળા, પંચતંત્ર અને હિતોપ્રદેશ છે. પ્રાણીઓની વાર્તા દ્વારા સમાજને ધર્મનીતિ વગેરેની સમજણ આપવાની આ વાર્તાઓમાં શક્તિ રહેલી છે. અગાઉના જમાનામાં આવી વાર્તાઓને ધાર્મિક શિક્ષણના કાર્યમાં વાપરવામાં આવતી. આ સંગ્રહો એક વખતની પ્રચલિત લોકવાર્તાના જ સમૂહો છે. (૨) કુદરતના બનાવો અને દશ્યો સંબંધી વાતો સમાજના બાલ્યકાળથી તે જ્યાં સુધી વિજ્ઞાનનો નિર્મળ પ્રકાશ ચોમેર ફેલાયો ન હતો ત્યાં સુધી આવી વર્તાઓમાં લોકો ખૂબ રસ લેતા અને હજી પણ અજ્ઞાની લોકો આવી વાર્તાઓમાં આનંદ લઈ શકે છે. અજ્ઞાત પ્રદેશો સંબંધેની માહિતીના અભાવે આવી વાર્તાઓ બાળકોને અતિ પ્રિય લાગે છે. આવી વાર્તાઓમાં જે સઘળું અદ્ભુત છે, જે સધળું અગમ્ય છે, તેનો લોકદષ્ટિ ને કલ્પનાએ ખુલાસો આપવાનો તેમાં પ્રયત્ન છે. આવી વાર્તાઓને અંગ્રેજી કુદરતની કથાઓ (Nature-myths) કહે છે. ઉંદર- બિલાડીને અને બિલાડીકુતરાને કુદરતી વેર કેમ છે, ચાંદામાં હરણ કેમ દેખાય છે. આકાશ ઊંચે કેમ છે, વીજળી થયા પછી મેઘ કેમ ગાજે છે, વગેરે કુદરતી બનાવોના ખુલાસારૂપે આવે નામે વાર્તાઓ છે. અંગ્રેજીમાં Nature Myths by Shovonadevi નામે આવી જાતની એક ચોપડી પણ છે. (૩) વનસ્પતિજીવનની વાતો આવી વાતો આપણા લોહસાહિત્યમાં ઘણી થોડી છે. અંગ્રેજી સાહિત્યમાં આવી જાતની વાતો ઘણી મળે છે. લજામણીને અડવાથી તેના પાંદડાં શા માટે નીચે જાય છે એ વાર્તા પણ આવા