પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૩
 

લોકવાર્તાનું સાહિત્ય દેખાવ ને રીતભાતથી ગામડિયા લોકો, વૃદ્ધજનો ને અશિક્ષિત સ્ત્રીપુરુષોને આપણે સુધરેલા લાગીએ છીએ, અને જે કારણથી એ લોકો એમ માની બેસે છે કે ભણેલાઓ તો આપણને હરહંમેશ દરેક બહાને બનાવવાની તક લે છે, તે બહિર દેખાવ, શિષ્ટ રીતભાત અને તે સઘળાં કારણોનો ત્યાગ કરી આપણે એમની નજરે એમની જેવા જ દેખાવું જોઈએ. તેમ જ આપણો ઉદ્દેશ એમને સમજવાનો, એમની કદર કરવાનો અને એમને આપણી સાથે લેવાનો એમ એમને સ્પષ્ટતાથી દેખાઈ આવવું જોઈએ. દ્રવ્યબળથી, હોદ્દાથી અથવા કોઈ અન્ય યુક્તિથી આપણે એમના હૃદયભંડારો પૂરેપૂરા ઉઘાડી શકશું નહિ અથવા તો ખરી આત્મા પિછાની શકશું નહિ. જ્યારે આપણે એમના જીવનમાં રસ અને આનંદ લેતા એમને દેખાઈશું, અને એમની નજરે એમના જેવા જ સ્વાભાવિક અને સરળ લાગશું તે વખતે એમનો લોકસાહિત્યનો ભંડાર આપણી સમક્ષ આપોઆપ ખૂલી જશે; ત્યારે જ આપણે લોકસાહિત્યની સમૃદ્ધિની પૂરી પ્રાપ્તિ કરી શકીશું. આટલું કરવા માટે આપણી મોટપનું અભિમાન આપણે છોડવું પડશે. આપણે આપણાં દીવાનખાનાં, ઓફિસો અને કલબો છોડી ચોરે, ભરવાડના નેસમાં અથવા પાણી પાતા સાથીની પાસે બેસવું પડશે, બાળરમતો ખેલતાં બાળકોની રમતોમાં આપણને રસ આવવો જોઈશે, ને રાતે રાસડા લલકારતી લલનાઓનાં ગીતો સાંભળવા આપણા કાન લંબાવવા પડશે; વૃદ્ધ માજીઓ પાસે જઈને આપણે બેસવું પડશે, તેમના જૂના તારને અડકવું પડશે ને પછી તેમાંથી થતા રણકારની ભાષાને નોંધવી પડશે. પરંતુ કાને કલમ ખોસી, નાકે ચશ્માં ભરાવી લોકસાહિત્ય એકઠું કરવા જઈશું તો કોઈ એક અક્ષરે નહિ આપે. એ તો નાનાં છોકરાંઓને જમાવીને એક વાર્તા ૨૬૩