પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૬
 

પ્રકરણ બારમું (પાછળથી) (૧) વાર્તા વિષે થોડુંએક com ધર્મનીતિ, સામાજિક આચારવ્યવહાર, રાજકારણના વિચારો, જાત જાતની જ્ઞાનસમૃદ્ધિ, વગેરે ઘણું ઘણું વાર્તા દ્વારા શીખવવા આપણે નીકળ્યા. પ્રત્યેક વાર્તા કીધા પછી તેનું નવનીત કાઢી બતાવી બાળકને તે આપ્યું. વાર્તાને નામે ઈતિહાસ અને ભૂગોળ આદિ વિષયોનો કડવો ઘૂંટડો વિદ્યાર્થીઓ પાયો, ને વાર્તાઓ મારફતે ભાષાશિક્ષણને પણ હાથ પર લીધું. ટૂંકમાં વાર્તાને કામધેનુ કે કલ્પવૃક્ષ બનાવી તેની નીચે બેસી જે મનમાં આવ્યું તે વાર્તા મારફતે કરવા લાગ્યા. સંગીત અને કળા જેવા વિષયોને પણ વાર્તા દ્વારા શીખવવાની હિમાયત ચાલી ને પ્રયોગ થવા લાગ્યા. આની સાથે જ વાર્તાનું સાહિત્ય વધ્યું. આજે જોઈશું તો કેટલા યે પ્રકારની વાર્તાઓ મળશે. નીતિનું શિક્ષણ આપવા માટે આનંદશંકરભાઈનું 'નીતિશિક્ષણ’ તૈયાર જ છે. અંગ્રેજીમાં ગૂલ્ડની મોરલ ટેઈલ્સનો પાર જ નથી. પઢિયારે સામાજિક દષ્ટિથી એવી વાર્તાઓ લખી. ભોગીન્દ્રરાવે અને બીજાઓએ બાળકોને જાત