પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧
 

વાર્તાકથનનો ઉદ્દેશ વાર્તાકથનથી સીધેસીધી રીતે એક મોંએથી બીજે મોંએ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિએ, એક સમાજેથી બીજા સમાજે અને એક જમાનેથી બીજે જમાને પ્રજાની સંસ્કૃતિનો સંદેશ જીવંત રહેતો આવ્યો છે. વાર્તાઓમાં મનુષ્યજીવનનું પરિપૂર્ણ ચિત્ર પડે છે. એ પરિપૂર્ણ ચિત્રનો વારંવાર પરિચય કરવામાં આનંદ હોવાથી માણસને વાર્તા સાંભળવી ગમે છે. એ પરિપૂર્ણ ચિત્રના પરિચયમાં સંસ્કૃતિના આત્માનો પરિચય થાય છે. આપણાં જૂનાં ધર્મપુસ્તકો, આપણી એક કાળની સંસ્કૃતિ દાખવે છે; આપણા ઐતિહાસિક ગ્રંથો ભૂતકાળની સંસ્કૃતિનું પ્રતિબિંબ આપણી આંખ આગળ ધરે છે; પણ લોકવાર્તાઓ જીવંત સમાજનો પ્રાણ કયાં છે ને કેવો છે તે આપણને બતાવી આપે છે. આપણું લોકસાહિત્ય આજે જે સ્થિતિમાં છે તેથી વધારે ઉત્તમ સ્થિતિમાં આપણી સમાજભાવના, શિષ્ટતા અને ઉચ્ચતા નથી એમ જરાક તપાસીને જોતાં આપણને ખુલ્લેખુલ્લું જણાઈ આવશે. જનતાને આ સંસ્કૃતિનો પરિચય વાર્તાનાકથનથી આપી શકાય છે. ૧૧ ગમે તેમ હોય પણ વાર્તા એક જાદુઈ વસ્તુ છે. જે જે માણસોને ચમત્કાર, નવીનતા, અદ્ભુતતા વશ કરી શકે છે, રમાડી શકે છે, તેને વાર્તાના જાદુની અસર થઈ શકે છે. બાળકો ઉપર તો એની સજ્જડ ચોટ લાગે છે. જેમ કોઈ માંત્રિક કે તાંત્રિકના હાથમાં ભૂતની શિખા મંત્રબળ વડે આવી જાય છે, તેમ જ વાર્તાના મંત્રથી મુગ્ધ બની બાળક વાર્તા કહેનારને અધીન વર્તે છે. આ અધીનતા દીનતાની નથી પણ સમભાવની છે, પ્રેમભાવની છે. વાર્તા કહેનાર પોતાનું દૃષ્ટિબિંદુ સમજે છે અને તેને રજૂ કરે છે એ કલ્પનાથી, સાંભળનાર કહેનારને ભૂલી જઈ, પોતાના જેવો જ એને કલ્પી લઈ, તેની સાથે એકભાવ અનુભવે છે. આ